Shahrukh khan: વર્લ્ડ કપ 2023 ની ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ની ફાઇનલ મેચ જોવા પહોંચેલા શાહરુખ ખાને સ્ટેડિયમ માં કર્યું એવું કામ કે થયા કિંગ ખાન ના વખાણ, જુઓ વિડિયો

Shahrukh khan: ગઈકાલે અમદાવાદ ના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ કપ 2023ની ફાઇનલ મેચ રમાઈ હતી. આ મેચ જોવા ઘણા સલેબ્રેટી સ્ટેડિયમ માં હાજર રહ્યા હતા. આ દરમિયાન શાહરૂખ ખાન નો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

by Zalak Parikh
shahrukh khan sweet gesture for asha bhosle during ind vs aus 2023 world cup final

News Continuous Bureau | Mumbai

Shahrukh khan: ગઈકાલે અમદાવાદ ના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ માં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ફાઇનલ મેચ રમાઈ હતી. આ મેચ જોવા બોલિવૂડ ના ઘણા સેલેબ્સ સ્ટેડિયમ માં હાજર રહ્યા હતા. આ સ્ટેડિયમ માં શાહરુખ ખાન તેના પુરા પરિવાર સાથે જોવા મળ્યો હતો. દીપિકા પાદુકોણ પણ તેના પિતા, બહેન અને પતિ રણવીર સિંહ સાથે જોવા મળી હતી. બોલિવૂડની દિગ્ગજ ગાયિકા આશા ભોંસલે પણ ભારતીય ટિમ નો ઉત્સાહ વધારવા સ્ટેડિયમ માં પહોંચી હતી. હવે શાહરુખ ખાન અને આશા ભોંસલે નો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. 

 

શાહરુખ ખાને ઉપાડ્યો આશા ભોંસલે નો કપ 

શાહરૂખ ખાન ખરેખર જેન્ટલમેન છે જે તેણે વારંવાર સાબિત કર્યું છે. અમદાવાદ ના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ માં  ભારત વિ ઓસ્ટ્રેલિયા વર્લ્ડ કપ મેચમાં બોલિવૂડ સેલેબ્રીટી પહોંચી હતી. આ મેચ માં આશા ભોંસલે બીસીસી ના ચેરમેન જય શાહ અને શાહરુખ ખાન સાથે બેઠેલી જોવા મળી હતી. આ દરમિયાન શાહરુખ ખાને  પીઢ ગાયિકા ના હાથમાં ખાલી ચાનો કપ જોયો અને તેણે તેને ઉપાડી ની પેન્ટ્રી તરફ મુકવા ગયો હતો. અભિનેતાએ પોતે કપ લીધો અને એટલું જ નહીં, જ્યારે તે પાછો આવ્યો ત્યારે તેણે આશાજીને પૂછ્યું કે શું તેણીને કોઈ બીજી ની જરૂર છે.


આ વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થતાની સાથે જ લોકો સોશિયલ મીડિયા પર કિંગ ખાનના વખાણ કરી રહ્યા છે.

આ સમાચાર પણ વાંચો : Bigg boss 17: બિગ બોસ ના ઘરમાં થયો અંકિતા લોખંડે નો પ્રેગ્નેન્સી ટેસ્ટ, અભિનેત્રી એ શો ને લઇ ને વિકી જૈન ને કહી આ વાત

Join Our WhatsApp Community

You may also like