ews Continuous Bureau | Mumbai
Shahrukh khan: બોલિવૂડનો કિંગ ખાન એટલે કે અભિનેતા શાહરૂખ ખાન આજે પોતાનો 58મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. શાહરુખ ખાન નો આ બર્થડે ખાસ થવાનો છે. એક તરફ નેટફ્લિક્સ એ કિંગ ખાન ની ફિલ્મ જવાન આજે રિલીઝ કરી છે. તો બીજી તરફ આજે ડંકી નું પણ ટીઝર રિલીઝ થવા જઈ રહ્યું છે. આ સ્થિતિમાં શાહરુખ ખાને ફેન્સ ને ગિફ્ટ આપી છે તો બીજી તરફ કિંગ ખાને નેટફ્લિક્સ ને અલગ અંદાજ માં ધમકી આપી છે. જેનો ફની વિડીયો નેટફ્લિક્સ અને શાહરૂખે શેર કર્યો છે.
શાહરુખ ખાને આપી નેટફ્લિક્સ ને ધમકી
શાહરૂખ ખાન ના આ વીડિયોમાં જોવા મળે છે કે શાહરૂખ ખાન નેટફ્લિક્સ ને ફોન કરે છે અને ધમકી આપતા કહે છે કે તે નેટફ્લિક્સના સર્વર રૂમમાં છે અને જો તેઓ 2 મિનિટમાં જવાનને રિલીઝ નહીં કરે તો ‘ટુડુમ કા બના દૂંગા બુડમ…’ આ પછી, નેટફ્લિક્સ જણાવે છે કે ફિલ્મ વીકએન્ડ પર રિલીઝ થવાની છે, પરંતુ શાહરુખ બોમ્બની ધમકી આપી છે, જે તેને ટીમે સર્વર રૂમમાં લગાવી દીધો છે.શાહરૂખની ધમકીથી ડરીને નેટફ્લિક્સે જવાનને રિલીઝ કરી દીધી અને આ પછી પણ શાહરૂખ બોમ્બ ડિફ્યુઝ કરતો નથી. જો કે, અંતે તે બહાર આવ્યું કે તે બોમ્બ ફક્ત તેના જન્મદિવસના બ્લાસ્ટ બેનરો હતા. આ પછી શાહરૂખ હસીને કહે છે, ‘મારા જન્મદિવસ પર તમને બધાને ભેટ. Netflix પર જવાન જુઓ.’
View this post on Instagram
જવાન હવે OTT પર રિલીઝ કરવામાં આવી છે અને તે એક વિસ્તૃત સંસ્કરણ છે, જેનો અર્થ છે કે જે સીન્સ ફિલ્મ માં નહોતા બતાવવામાં આવ્યા તે હવે ઓટિટિ પર જોવા મળશે.
આ સમાચાર પણ વાંચોઃ Aishwarya rai bachchan birthday: આવી રીતે અભિષેક બચ્ચને વિશ્વ સુંદરી ઐશ્વર્યા રાય ને કર્યું હતું પ્રપોઝ, જાણો અભિનેત્રી ના જન્મદિવસ પર તેમની લવ સ્ટોરી વિશે