શાહરૂખ ખાન 26 જાન્યુઆરીએ ચાહકોને આપશે આ મોટા સમાચાર! જાણો વિગત 

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,17 જાન્યુઆરી 2022    
સોમવાર

બોલિવૂડના બાદશાહ શાહરૂખ ખાન ની લાંબા સમયથી કોઈ ફિલ્મ  આવી નથી. આવી સ્થિતિમાં, તેના ચાહકો તેની આગામી ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. શાહરૂખ ટૂંક સમયમાં આગામી ફિલ્મ 'પઠાણ' દ્વારા ચાહકોમાં તહલકો મચાવવા માટે તૈયાર છે.પરંતુ, કોરોનાના કારણે આ ફિલ્મ સતત પ્રભાવિત થઈ રહી છે. હવે સમાચાર છે કે તે તેના ફેન્સને વધુ એક ભેટ આપી શકે છે. શાહરૂખ ખાન 26 જાન્યુઆરીએ પોતાની નવી ફિલ્મની જાહેરાત કરી શકે છે.

શાહરૂખ ખાનના આગામી પ્રોજેક્ટની જાહેરાત વિશે સમાચાર છે કે 26 જાન્યુઆરીએ અભિનેતા તેની આગામી ફિલ્મની જાહેરાત કરશે. જેનું નિર્દેશન સાઉથના દિગ્દર્શક એટલી કરશે. સમાચાર અનુસાર, મેકર્સ આ 26 જાન્યુઆરીએ બોલિવૂડના બાદશાહની આગામી ફિલ્મની જાહેરાત કરી શકે છે. જો કે અત્યાર સુધી આ અંગે બોલિવૂડના કિંગ તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નથી. શાહરૂખ ખાનના ફેન્સ તેની આગામી ફિલ્મની રાહ જોઈ રહ્યા છે. આવી સ્થિતિમાં, જ્યારથી સમાચાર આવ્યા છે કે કિંગ ખાન ટૂંક સમયમાં નવી ફિલ્મની જાહેરાત કરવા જઈ રહ્યો છે, ત્યારે ચાહકો તેની પ્રતિક્રિયાની રાહ જોઈ રહ્યા છે. બેક ટુ બેક હિટ ફિલ્મો આપનાર સાઉથ ડાયરેક્ટર એટલીએ પૈન ઇન્ડિયા ડ્રામા માટે શાહરૂખ ખાન સાથે કોલાબ્રેટ કર્યો છે.

સલમાનની ટાઈગર 3માં શાહરૂખ બાદ થઇ શકે છે આ બોલિવૂડ સુપરસ્ટાર ની એન્ટ્રી ; જાણો તે અભિનેતા કોણ હશે  

શાહરૂખ ખાનની છેલ્લી ફિલ્મ 2018માં 'ઝીરો' હતી, જેમાં તે અનુષ્કા શર્મા અને કેટરિના કૈફ સાથે જોવા મળ્યો હતો. આ દિવસોમાં શાહરૂખ ખાને સોશિયલ મીડિયા અને પબ્લિક ગેધરિંગથી અંતર બનાવી રાખ્યું છે. જોકે, તે થોડા દિવસો પહેલા જ પઠાણના સેટ પર જોવા મળ્યો હતો.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More