News Continuous Bureau | Mumbai
અમિતાભ બચ્ચન અને શાહરૂખ ખાનની જોડી ને લોકો એ ખુબ પસંદ કરી હતી. આ બંનેની મુખ્ય ભૂમિકામાં બનેલી ફિલ્મ ‘મોહબ્બતેં’ લોકોને આજે પણ પસંદ છે. અને આ સિવાય ‘કભી ખુશી કભી ગમ’ શ્રેષ્ઠ પારિવારિક મૂવીઝમાંથી એક છે. પરંતુ આજે 2006 થી લોકોએ આ બંને સ્ટાર્સને મોટા પડદા પર એકસાથે જોયા નથી. આ બંનેને સાથે જોવાની રાહ જોઈ રહેલા ફેન્સ માટે સારા સમાચાર આવ્યા છે. અમિતાભ બચ્ચન અને શાહરૂખ ખાન ની એક તસવીર વાયરલ થઈ હતી જેમાં કિંગ ખાન અને અમિતાભ બચ્ચન દોડતા જોવા મળ્યા હતા. આ પોસ્ટર પછી અનુમાન લગાવવામાં આવી રહ્યું હતું કે બંને ફરી એકવાર મોટા પડદા પર સાથે જોવા મળશે. હવે ખુદ શાહરૂખ ખાને પણ આ અંગે પ્રતિક્રિયા આપી છે.
શાહરુખ ખાને અમિતાભ બચ્ચન સાથેની તસવીર ઉપર આપી પ્રતિક્રિયા
શાહરૂખ ખાન આ દિવસોમાં પોતાની ફિલ્મ ‘જવાન’ને લઈને ખૂબ જ ચર્ચામાં છે. શાહરૂખ ખાનની આ ફિલ્મની રિલીઝ પહેલા એક તસવીર ખૂબ જ વાયરલ થઈ રહી છે. આ તસવીરમાં શાહરૂખ ખાન અમિતાભ બચ્ચન સાથે દોડતો જોવા મળી રહ્યો છે. આ તસવીર બાદ સમાચાર સામે આવ્યા બાદ મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો કે અમિતાભ બચ્ચન અને શાહરૂખ ખાન ‘ડોન 3’માં સાથે જોવા મળશે. પરંતુ આ અંગે કોઈ સત્તાવાર સમાચાર બહાર આવ્યા નથી. પરંતુ આ દરમિયાન શાહરૂખ ખાને વાયરલ તસવીરને લઈને પ્રતિક્રિયા આપી છે. શાહરૂખ ખાને Ask SRK સેશનમાં કહ્યું હતું કે ‘આટલા વર્ષો પછી અમિતાભ બચ્ચન સાથે કામ કરવાનું સારું લાગ્યું. તેણે શૂટિંગમાં આવીને મને આશીર્વાદ પણ આપ્યા. આ સિવાય અમિતાભ બચ્ચને પણ મને રેસમાં હરાવ્યો હતો.’ એક સૂત્ર મુજબ, “એક રસપ્રદ પ્રોજેક્ટ પર કામ ચાલી રહ્યું છે જ્યાં અમિતાભ બચ્ચન અને શાહરૂખ ખાન ફરી એકવાર સાથે સ્ક્રીન શેર કરશે. આ પ્રોજેક્ટને લગતા ઘણા સમાચાર હજુ સુધી સામે આવ્યા નથી, પરંતુ ટૂંક સમયમાં વધુ અપડેટ્સ અને સમાચારો સામે આવશે.
It was soooooooo much fun to work with @SrBachchan after so many years. Came back from the shoot inspired and blessed. And just to let u know he beat me in the run!!!! https://t.co/hvXE6EMQIu
— Shah Rukh Khan (@iamsrk) August 26, 2023
શાહરુખ ખાન અને અમિતાભ બચ્ચન ની ફિલ્મ
શાહરૂખ ખાન અને અમિતાભ બચ્ચને ઘણી ફિલ્મોમાં સાથે કામ કર્યું છે. અમિતાભ બચ્ચન અને શાહરૂખ ખાનની જોડી પણ ચાહકોને પસંદ આવી હતી. શાહરૂખ ખાન અને અમિતાભ બચ્ચન છેલ્લી ફિલ્મ ‘કભી અલવિદા ના કહેના’માં જોવા મળ્યા હતા. આ ફિલ્મ વર્ષ 2006માં મોટા પડદા પર રિલીઝ થઈ હતી. હવે જોવાનું એ રહેશે કે શું શાહરૂખ ખાન અને અમિતાભ બચ્ચન 17 વર્ષ પછી જોરદાર જલસા કરવા જઈ રહ્યા છે.
આ સમાચાર પણ વાંચો : jawan: શાહરૂખ ખાન ની ફિલ્મ રચશે ઈતિહાસ,આ ખાસ દરજ્જો મેળવાનર ‘જવાન’ બનશે દેશની પહેલી ફિલ્મ, જાણો વિગત