News Continuous Bureau | Mumbai
Shah Rukh Khan Viral Video: ૨૨ એપ્રિલ ૨૦૨૫ ના રોજ જમ્મુ અને કાશ્મીરના પહલગામ માં થયેલા આતંકવાદી હુમલાએ સમગ્ર દેશને હચમચાવી નાખ્યો હતો. આ હુમલામાં 26 નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા અને ઘણા ઘાયલ થયા. આ હુમલામાં આતંકવાદીઓએ પસંદગીપૂર્વક હિન્દુઓને નિશાન બનાવ્યા અને તેમના કાયર કૃત્યને ‘જેહાદ’ ગણાવ્યું. આ શાહરૂખ ખાનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે ‘જેહાદ’ શું છે અને તેનો સાચો અર્થ શું છે તે વિશે વાત કરી રહ્યો છે.
આ સમાચાર પણ વાંચો: AR Rahman: દિલ્હી હાઇકોર્ટ એ એ આર રહેમાન વિરુદ્ધ કરી કડક કાર્યવાહી, આ કેસ ના સંધર્ભ માં મ્યુઝિક ડાયરેક્ટર ને ભરવા પડશે અધધ આટલા કરોડ
શાહરુખ ખાનના વિડીયોમાં ‘જિહાદ’નો સાચો અર્થ
વાયરલ ક્લિપમાં શાહરૂખ ખાન કહેતો જોવા મળે છે કે, ‘હું મુસ્લિમ છું અને આપણા ધર્મમાં ‘જેહાદ’ શબ્દનો અર્થ આપણી અંદર રહેલી દુષ્ટતા સામે લડવું છે.’ કોઈને મારવા કે નુકસાન પહોંચાડવું એ જેહાદ નથી. ખરો જેહાદ એ પોતાના દુષ્ટ વિચારો અને ભૂલો સામેની લડાઈ છે.’
What is real mean of Zihad By Dr.Shah Rukh Khan.
Take 20 Seconds to know his answer.
Max Rt if you really appreciate his kind word, Spraed max.👇#StopFakeNewsAgainstSRK pic.twitter.com/ycWzBrdWsn
— ARhan (@arhan4srk) February 18, 2019
22 એપ્રિલ 2025 ના રોજ આતંકવાદીઓએ પહલગામ પર હુમલો કર્યો હતો. આતંકવાદીઓએ મુસાફરોને તેમના ધર્મ વિશે પૂછ્યું, તેમને કલમાનો પાઠ કરવાનું કહ્યું અને પછી પસંદગીપૂર્વક હિન્દુ મુસાફરો પર ગોળીબાર કર્યો હતો..
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)