News Continuous Bureau | Mumbai
Shahrukh khan: વર્ષ 2023 શાહરુખ ખાન માટે લકી સાબિત થયું છે. શાહરુખ ખાન ની આ વર્ષ ની ત્રીજી ફિલ્મ ડંકી 21 ડિસેમ્બરે રિલીઝ થઇ રહી છે. આ ફિલ્મ ની સફળતા માટે શાહરુખ ખાન માતા રાની ના આશીર્વાદ લેવા વૈષ્ણોદેવી મંદિરે પહોંચ્યો છે. આ અગાઉ પણ શાહરુખ ખાન તેની ફિલ્મ પઠાણ અને જવાન ની રિલીઝ પહેલા વિક્ષ્ણોદેવી પહોંચી માતા રાની ના આશીર્વાદ લીધા હતા. હવે ફરી એકવાર તે વૈષ્ણોદેવી પહોંચ્યો છે જેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.
શાહરુખ ખાન પહોંચ્યો વૈષ્ણોદેવી
સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહેલા વિડીયો માં જોઈ શકાય છે કે શાહરુખ ખાન તેના બોડીગાર્ડ સાથે મંદિરના ખડકાળ માર્ગ પર ચાલી રહ્યો છે. શાહરૂખ માતા રાની ના દરબાર માં પહોંચવા માટે પગપાળા મુસાફરી કરી રહ્યો છે. પોતાની ઓળખ છુપાવવા માટે, તેણે હૂડી સાથે તેનું બ્લેક પફર જેકેટ પહેર્યું છે. તેણે પોતાનો ચહેરો સંપૂર્ણ ઢાંકી રાખ્યો છે. વીડિયોમાં શાહરૂખ ખાન સાથે તેની મેનેજર પૂજા દદલાની પણ જોવા મળી હતી.
#WATCH | J&K: Actor Shah Rukh Khan visited Mata Vaishno Devi shrine, earlier today.
(Source: J&K Police) pic.twitter.com/hK3JHvaCG2
— ANI (@ANI) December 12, 2023
આ પહેલા શાહરુખ ખાન 12મી ડિસેમ્બરે ‘પઠાણ’ની રિલીઝ પહેલા વૈષ્ણોદેવી પહોંચ્યો હતો. ત્યારબાદ શાહરુખ 30 ઓગસ્ટના રોજ ફિલ્મ જવાનની રિલીઝ પહેલા માતા વૈષ્ણો દેવીના દરબારમાં પહોંચ્યો હતો. શાહરુખ ખાન ની બંને ફિલ્મો પઠાણ અને જવાન સુપરહિટ સાબિત થઇ હતી. .
આ સમાચાર પણ વાંચો : Urfi javed: ઉર્ફી જાવેદે વટાવી બોલ્ડનેસની તમામ હદ, ફરી કેમેરા સામે કર્યું આવું કામ, વિડીયો થયો વાયરલ