News Continuous Bureau | Mumbai
shahrukh khan vs sameer wankhede: બોલિવૂડ એક્ટર શાહરૂખ ખાન આ દિવસોમાં ફિલ્મ ‘જવાન’ ને લઈને ચર્ચામાં છે. આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થઇ ગયું છે અને તે ખૂબ જ ટ્રેન્ડમાં છે. ટ્રેલરના સીનથી લઈને ડાયલોગ્સ સુધી સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ જોવા મળ્યો હતો. આ દરમિયાન ટ્રેલરમાં એક ડાયલોગના કારણે શાહરૂખ ખાનનો પુત્ર આર્યન ખાન અને પૂર્વ NCB ચીફ સમીર વાનખેડે સમાચારમાં આવ્યા છે. અને હવે સમીર વાનખેડેની એક સોશિયલ મીડિયા પોસ્ટ વાયરલ થઈ રહી છે.
સમીર વાનખેડે નું ટ્વીટ થયું વાયરલ
‘પુત્ર ને હાથ લગાવતા પહેલા…’ સંવાદ વાયરલ થયા બાદ સમીર વાનખેડે અને આર્યન ખાન પણ ટ્વિટર પર ટ્રેન્ડ થયા હતા. આવી સ્થિતિમાં, હવે સમીર વાનખેડેનું એક ક્રિપ્ટીક ટ્વિટ જોવા મળી રહ્યું છે, જેમાં તેણે કોઈનું નામ નથી લખ્યું, પરંતુ સોશિયલ મીડિયા યુઝર્સ તેને ‘જવાન’ના ડાયલોગ નો જવાબ માની રહ્યા છે. સમીરે પોતાના ટ્વીટમાં નિકોલ લિયોન્સની લાઈનો લખી છે અને પોતાની વાતોમાં કહ્યું છે કે તે આગ સાથે રમ્યો છે અને તેણે આજ સુધી જે પણ કામ કર્યું છે તે ખુલ્લેઆમ કર્યું છે.તેને કોઈનો ડર નથી.
I have licked the fire and danced in the ashes of every bridge I ever burned. I fear no hell
from you.
-Nicole Lyons
A quote that always inspires me !@ABPNews @news24tvchannel @RoflGandhi_— Sameer Wankhede (@swankhede_IRS) August 31, 2023
શું હતો જવાન નો ડાયલોગ
જવાનના ટ્રેલરમાં એક ડાયલોગ હતો, ‘દીકરાને અડતા પહેલા પિતા સાથે વાત કરો’. ટ્રેલર રિલીઝ થતાની સાથે જ આ ડાયલોગ સોશિયલ મીડિયા પર વાયરલ થવા લાગ્યો અને ઘણી પોસ્ટમાં આર્યન ખાન અને સમીર વાનખેડેનો ઉલ્લેખ પણ જોવા મળ્યો. કેટલાક સોશિયલ મીડિયા યુઝર્સે કહ્યું કે શાહરૂખ ખાને આ ડાયલોગમાં પુત્ર આર્યન ખાનના ડ્રગ્સ કેસનો ઉલ્લેખ કરીને સમીર વાનખેડેને ટોણો માર્યો છે.
આ સમાચાર પણ વાંચો : Jawan dialogue: જવાન ના એક ડાયલોગે ખેંચ્યું લોકો નું ધ્યાન, સમીર વાનખેડે થયો સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ, જાણો સમગ્ર મામલો