ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 21 સપ્ટેમ્બર, 2021
મંગળવાર
ગણેશોત્સવમાં બોલીવુડના ઘણા સેલિબ્રિટીઓ પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટમાં ગણપતિ બાપાના ફોટા શેર કરતા હોય છે. રવિવારે ગણપતિ વિસર્જનના દિવસે શાહરૂખ ખાને પણ બાપાની તસ્વીર પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર મૂકી હતી. જોકે તેના મુસલમાન ફોલોઅર્સને આ ગમ્યું નથી અને કૉમેન્ટસમાં ખાનને ધોઈ નાખ્યો.
શાહરૂખ ખાને બાપાનો ફોટો શેર કરીને લખ્યું હતું કે, 'શ્રી ગણેશનો આશીર્વાદ આવતા વર્ષ સુધી આપણી સાથે કાયમ રહે. ગણપતિ બાપ્પા મોરિયા.'
આ પોસ્ટની નીચે કૉમેન્ટ્સ કરી ઘણા લોકો ખાનને ઇસ્લામ ધર્મના પાઠ ભણાવવા લાગ્યા.
એક યૂઝરે લખ્યું કે આ તો ફક્ત નામનો જ મુસલમાન છે. તો કોઈએ લખ્યું અલ્લા તને સદબુદ્ધિ આપે. બીજા યૂઝરે સલાહ આપી કે ક્યારેક મસ્જીદમાં જઈને, હાથમાં કુરાન રાખીને વાંચ.
ઘણા લોકોએ કહ્યું મુસલમાન થઈને આવી પોસ્ટ કરે છે? તને શરમ આવવી જોઈએ.
તો વળી અમુક યૂઝરે શાહરૂખ ખાનની ધર્મનિરપેક્ષતાના વખાણ કર્યા હતા.