News Continuous Bureau | Mumbai
Shahrukh khan: દેશભરમાં ગણપતિ ઉત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. બોલિવૂડ સ્ટાર શાહરૂખ ખાન પણ દર વર્ષની જેમ ગણેશોત્સવની ઉજવણી કરી રહ્યો છે. ‘જવાન’ સ્ટારે પોતાના ઘરે ગણપતિની સ્થાપના કરી છે. કિંગ ખાને તેની લેટેસ્ટ તસવીર શેર કરીને તેના ચાહકોને આની ઝલક આપી હતી. સુપરસ્ટાર શાહરૂખ ખાનના ઘરે બેઠેલા ગણપતિ બાપ્પાની તસવીર સોશિયલ મીડિયા પર ફરવા લાગી હતી. કિંગ ખાને પોતાના ઘરમાં એક વિશાળ ગણપતિની સ્થાપના કરી છે. જેની પૂજા વિધિ વિધાન મુજબ કરવામાં આવી છે. કિંગ ખાને પોતાના પ્રશંસકોને પોતાના ઘરના ગણપતિ ની ઝલક બતાવતા તેમને ગણેશ ચતુર્થી 2023ની શુભકામનાઓ પણ પાઠવી છે.
View this post on Instagram
શાહરુખ ખાન ના ઘરે બાપ્પા નું આગમન
શાહરુખ ખાને ગણપતિ બાપ્પાની તસવીર શેર કરતા લખ્યું, ‘ગણપતિ બાપ્પા જીનું ઘરે સ્વાગત છે. ભગવાન ગણેશના દિવસે તમને અને તમારા પરિવારને શુભ દિવસની શુભકામનાઓ. ભગવાન ગણેશ આપણ ને બધા ને સુખ, શાણપણ, સારા સ્વાસ્થ્ય અને ઢગલાબંધ મોદક ખાન આપે.’ સુપરસ્ટાર શાહરૂખ ખાનની આ પોસ્ટ પર ઘણા ફિલ્મ સ્ટાર્સ અને તેમના ફેન્સે જોરદાર કોમેન્ટ કરી છે. સોશિયલ મીડિયા પર આ તસવીર સામે આવતાની થોડી જ મિનિટોમાં તેને 5.50 લાખથી વધુ લોકોએ લાઈક કરી હતી.
જવાન ની સફળતા
સુપરસ્ટાર શાહરૂખ ખાન આ દિવસોમાં પોતાની ફિલ્મ ‘જવાન’ની સફળતાનો આનંદ માણી રહ્યો છે. કિંગ ખાનની આ ફિલ્મને દર્શકોએ ઘણો પ્રેમ આપ્યો છે. થોડા જ સમયમાં આ ફિલ્મે બોક્સ ઓફિસ પર 450 કરોડની કમાણીનો આંકડો પાર કરી લીધો છે. આ ફિલ્મને રિલીઝ થયાને માત્ર 13 દિવસ જ થયા છે અને તેની રિલીઝ પછી આ ફિલ્મ બોક્સ ઓફિસના ઘણા રેકોર્ડ તોડવામાં વ્યસ્ત છે. સુપરસ્ટાર શાહરૂખ ખાન પોતાની ફિલ્મની સફળતાની ખુશી તેના પરિવાર અને ચાહકો વચ્ચે વહેંચવામાં વ્યસ્ત છે.
આ સમાચાર પણ વાંચો : Ganesh chaturthi: બોલીવુડના આ સુપરહિટ ગીતો સાથે કરો ગણેશ ઉત્સવની શરૂઆત, તમે થઇ જશો ભક્તિ માં મગ્ન