News Continuous Bureau | Mumbai
Gauri khan: બોલિવૂડના બાદશાહ શાહરૂખ ખાનની પત્ની ગૌરી ખાન ઇડી ના સકંજામાં આવી ગઈ છે. વાત એમ છે કે ઈડીએ કિંગ ખાન ની પત્ની ગૌરી ખાનને 30 કરોડ રૂપિયાની છેતરપિંડીના કેસમાં નોટિસ મોકલી છે. કહેવામાં આવી રહ્યું છે કે આ મામલો લખનૌની એક પ્રખ્યાત રિયલ એસ્ટેટ કંપની સાથે જોડાયેલો છે, આરોપ છે કે આ કંપનીએ રોકાણકારો અને બેંકોના અંદાજે 30 કરોડ રૂપિયાની ઉચાપત કરી છે. આ કંપની સાથે ગૌરી ખાન પણ જોડાયેલી હતી. તે આ કંપની ની બ્રાન્ડ એમ્બેસેડર હતી.
શું છે મામલો
મીડિયા રિપોર્ટ અનુસાર વર્ષ 2015માં શાહરૂખ ખાનની પત્ની ગૌરી ખાનને રિયલ એસ્ટેટ કંપની તુલસીયાની ગ્રુપની બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવી હતી.આ કંપનીનો પ્રોજેક્ટ લખનઉના સુશાંત ગોલ્ફ સિટીમાં છે.વર્ષ 2018માં મુંબઈના એક રહેવાસી એ 85 લાખ રૂપિયાનો ફ્લેટ ખરીદ્યો હતો. પરંતુ તે રહેવાસી નો આરોપ છે કે પરંતુ કિરીટ શાહનો આરોપ છે કે ન તો તેને ફ્લેટ આપવામાં આવ્યો કે ન તો પૈસા પરત કરવામાં આવ્યા.જે બાદ આ વ્યક્તિ એ કંપનીના ડાયરેક્ટર અને ગૌરી ખાન સામે કેસ દાખલ કર્યો છે.
આ સમાચાર પણ વાંચો : Ranveer singh: રણવીર સિંહ ના ખાતા માં આવી વધુ એક ઉપલબ્ધિ, અભિનેતા એ સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી આપી માહિતી
કેસ નોંધાયા બાદ ઇડી એ ગૌરી ખાનને નોટિસ મોકલી છે. મીડિયા રિપોર્ટ અનુસાર આ નોટિસમાં ગૌરી ખાનને પૂછવામાં આવ્યું છે કે તુલસીયાની ગ્રુપે કંપનીને બ્રાન્ડ એમ્બેસેડર બનવા માટે કેટલી રકમ ચૂકવી છે. આ રકમ તેમને કેવી રીતે આપવામાં આવી? તેમજ આ માટે કયા કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા અને આ કરારના દસ્તાવેજ પણ ED સામે રજુ કરવા માટે કહેવામાં આવ્યું છે. જો કે આ સમગ્ર મામલે ગૌરી ખાન તરફથી હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આવી નથી.
 
			         
			         
                                                        