Site icon

Shahrukh khan: શાહરુખ ખાન ની ફિલ્મ ‘જવાન’ ની સફળતા વચ્ચે ગૌરી ખાને આપ્યું સરપ્રાઇઝ,પોસ્ટ શેર કરી ચાહકો ને કર્યા ખુશ

Shahrukh khan: બોલિવૂડ એક્ટર શાહરૂખ ખાનની પત્ની ગૌરી ખાને એક તસવીર શેર કરી છે. આ તસવીરમાં તેની પુત્રી સુહાના ખાન શાહરુખ ખાન પર પ્રેમ વરસાવતી જોવા મળી રહી છે.

shahrukh khan wife gauri khan shared family photo

shahrukh khan wife gauri khan shared family photo

News Continuous Bureau | Mumbai

Shahrukh khan: આ દિવસોમાં શાહરૂખ ખાન તેની તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ ‘જવાન’ની સફળતા નો આનંદ માણી રહ્યો છે. આ દરમિયાન ગૌરી ખાને શાહરુખ ખાન ના ફેન્સ ને એક સરપ્રાઈઝ આપ્યું છે. શાહરૂખ ખાનની પત્ની ગૌરી ખાને માત્ર શાહરૂખ ખાન જ નહીં પરંતુ સમગ્ર પરિવાર નો ફોટો પોસ્ટ કરીને ચાહકોને ખુશ કરી દીધા છે. સુપરસ્ટારની નવી ફેમિલી ફોટો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. 

Join Our WhatsApp Community

 

ગૌરી ખાને પોસ્ટ કર્યો ફોટો 

બોલિવૂડના કિંગ ખાન એટલે કે શાહરુખ ખાન ની પત્ની ગૌરી ખાને એક હેપ્પી ફેમેલી નો ફોટો શેર કર્યો છે, જેમાં તમે શાહરૂખ ખાન, આર્યન ખાન, સુહાના ખાન અને અબરામ ખાન ને શાનદાર અંદાજમાં પોઝ આપતા જોઈ શકો છો. લોકો શાહરૂખ ખાનના હેપ્પી ફેમિલી ફોટોને ખૂબ પસંદ કરી રહ્યા છે. આ નવા ફેમિલી ફોટોમાં અબરામ ખાન અને આર્યન ખાન કિંગ ખાન સાથે પોઝ આપતા જોવા મળી રહ્યા છે. સુહાના ખાન તેના પિતા શાહરૂખ ખાનને કિસ કરતી જોવા મળી રહી છે. આ ફોટો શેર કરતા ગૌરીએ લખ્યું, ‘ડિઝાઈન એક પઝલ જેવી છે – સંપૂર્ણ ફોટો બનાવવા માટે ફોટોના તમામ ટુકડાઓ એકસાથે આવવાના હોય છે. #કુટુંબ #સુખ #યાદો #FamilyFirst’.

શાહરુખ ખાન નો પરિવાર  

શાહરુખ ખાને ગૌરી સાથે લગ્ન કર્યા છે જે હિન્દુ-પંજાબી પરિવારમાંથી આવે છે. તેમને 3 બાળકો છે – આર્યન, સુહાના અને અબરામ. શાહરૂખ ખાનના પરિવાર માટે આ વર્ષ વધુ ખાસ બનવાનું છે કારણ કે સુહાના ખાન અને આર્યન ખાન ટૂંક સમયમાં ડેબ્યૂ કરવા જઈ રહ્યા છે. તમને જણાવી દઈએ કે, સુહાના ખાન ફિલ્મ ધ આર્ચીસ થી બોલિવૂડ માં ડેબ્યુ કરવા જઇ રહી છે. બીજી તરફ સુપરસ્ટારનો પુત્ર આર્યન ખાન ડાયરેક્શન ની દુનિયામાં પોતાનું નસીબ અજમાવવા જઈ રહ્યો છે. આર્યન ખાન એક વેબ સીરિઝ સાથે તેના દિગ્દર્શક તરીકેની શરૂઆત કરશે, જે ભારતીય ફિલ્મ ઉદ્યોગની પૃષ્ઠભૂમિ પર આધારિત હશે અને રેડ ચિલીઝ એન્ટરટેઈનમેન્ટ દ્વારા નિર્મિત કરવામાં આવશે.

આ સમાચાર પણ વાંચો : koffee with karan 8: બી ટાઉન ના સેલેબ્સ ના અંગત જીવન અંગે જાણવા માટે થઇ જાઓ તૈયાર, ‘કોફી વિથ કરણ 8’ સાથે કમબેક કરી રહ્યો છે કરણ જોહર, જાણો ક્યારે અને ક્યાં જોઈ શકશો આ શો

Rajkummar Rao Father: રાજકુમાર રાવ અને પત્રલેખા બન્યા પેરેન્ટ્સ, ચોથી વર્ષગાંઠ પર મળી સૌથી મોટી ભેટ!
Karan Kundrra and Tejasswi Prakash: શું ખરેખર આવતા વર્ષે લગ્ન ના બંધન માં બંધાશે તેજસ્વી પ્રકાશ અને કરણ કુન્દ્રા? અભિનેત્રી એ કર્યો ખુલાસો!
Shah Rukh Khan King: શાહરુખ ખાનનો ફિલ્મ ‘કિંગ’નો નવો લુક વાયરલ, ફેન્સ થયા દીવાના
Karisma Kapoor: કરીશ્મા કપૂરની દીકરી સમૈરાએ કોર્ટમાં કેમ કહ્યું – ‘ટ્યુશન ફી બાકી’? જાણો ૩૦,૦૦૦ કરોડના વિવાદની વિગતો
Exit mobile version