News Continuous Bureau | Mumbai
Dunki:શાહરુખ ખાન ની ફિલ્મ ડંકી રિલીઝ થઇ ગઈ છે. રિલીઝ ના એક દિવસ પહેલા શાહરુખ ખાને તેના ચાહકો માટે આસ્ક એસઆરકે નું આયોજન કર્યું હતું. જેમાં શાહરુખ ખાન ના ચાહકે પૂછ્યું હતું કે શું તેના પુત્ર અબરામે આ ફિલ્મ જોઈ છે? જેના પર શાહરુખ ખાને ડંકી જોયા બાદ પુત્ર અબરામ ની કેવી પ્રતિક્રિયા હતી તેના વિશે ખુલાસો કર્યો છે.
શાહરુખ ખાને આપી પ્રતિક્રિયા
ફિલ્મ ડંકી ના રિલીઝ ના એક દિવસ પહેલા શાહરુખ ખાને આસ્ક એસઆરકે નું સેશન રાખ્યું હતું. આ દરમિયાન, એક યુઝરે કિંગ ખાન ને પૂછ્યું કે તે તેના સૌથી નાના પુત્ર અબરામને ક્યારે ફિલ્મ બતાવવાનું વિચારી રહ્યા છે?. આના પર કિંગ ખાને જવાબ આપ્યો કે ‘તે આ ફિલ્મ જોઈ ચૂક્યો છે અને હવે વોશરૂમમાં જતી વખતે તે ગીત ગાતો રહે છે, જે ટ્રેલરમાં કોમિક સીનમાં બોમન ઈરાનીએ ગાયું હતું.’
Abram has seen it and he keeps singing “I want to go to Lavatory!!! #Dunki https://t.co/WrSvWKq21y
— Shah Rukh Khan (@iamsrk) December 20, 2023
રાજકુમાર હિરાણી દ્વારા દિગ્દર્શિત ફિલ્મ ડંકી માં શાહરૂખ ખાન, તાપસી પન્નુ, વિકી કૌશલ અને બોમન ઈરાની મુખ્ય ભૂમિકામાં છે.
આ સમાચાર પણ વાંચો : Shahrukh khan Dunki: શાહરુખ ખાન ની ફિલ્મ ડંકી ને લઈને ફેન્સમાં જોવા મળ્યો જબરજસ્ત ક્રેઝ, સવાર ના 5.55 ના શો માં ચાહકો એ થિયેટર માં કર્યું આ કામ