Site icon

Shailesh lodha TMKOC: જેનિફર બાદ હવે શૈલેષ લોઢા લગાવ્યો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ના મેકર્સ પર આરોપ, જણાવ્યું શો છોડવા પાછળનું સાચું કારણ

Shailesh lodha TMKOC:અભિનેતા શૈલેષ લોઢાએ તારક મહેતાના શોના મેકર્સ ને લઇ ને ઘણા ખુલાસા કર્યા છે. તેમજ તેણે આ શો છોડવા પાછળ નું સાચું કારણ પણ જણાવ્યું

shailesh lodha reveals why he quitting taarak mehta ka ooltah chashmah show

shailesh lodha reveals why he quitting taarak mehta ka ooltah chashmah show

News Continuous Bureau | Mumbai

Shailesh lodha TMKOC:અભિનેતા શૈલેષ લોઢા ને ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ શો છોડ્યાને એક વર્ષથી વધુ સમય થઈ ગયો છે. આ શો માં શૈલેષ લોઢા તારક મહેતા નું પાત્ર ભજવતો હતો. લોકો ને શૈલેષ લોઢા નો અભિનય ખુબ પસંદ આવતો હતો, તેથી જ્યારે તેણે ‘તારક મહેતા’ શો છોડ્યો, ત્યારે બધા તેનું સાચું કારણ જાણવા માંગતા હતા. હાલમાં જ શૈલેષે પોતે આનું કારણ સ્પષ્ટ કર્યું છે. 

Join Our WhatsApp Community

 

શૈલેષ લોઢા એ જણાવ્યું તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા છોડવાનું સાચું કારણ 

અભિનેતાએ હવે શોને અલવિદા કહેવાનું કારણ દર્શાવીને નિર્માતાઓ પર ગંભીર આરોપો લગાવ્યા છે. શૈલેશે જણાવ્યું કે અસિત કુમાર મોદીએ તેમની સાથે ખૂબ જ ખરાબ રીતે વાત કરી હતી અને અન્ય શોનો ભાગ બનવા માટે તેમનું અપમાન પણ કર્યું હતું. અભિનેતાએ એ પણ ખુલાસો કર્યો હતો કે અસિત કુમાર મોદીએ તેના બાકી નીકળતા નાણાં અટકાવીને તેને  હેરાન કર્યો હતો. શૈલેષનું કહેવું છે કે મેકર્સ તેને કોન્ટ્રાક્ટ સાઈન કરવા માટે દબાણ કરવા માંગતા હતા, જેના માટે તે તૈયાર નહોતો. શૈલેશે એક મીડિયા ઈન્ટરવ્યુ દરમિયાન કહ્યું કે આ આત્મસન્માનની વાત છે, તેથી તેણે શો છોડવાનો નિર્ણય કર્યો.

આ  સમાચાર પણ વાંચો : Tarak mehta ka ooltah chashmah jennifer mistry: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ના મેકર્સ ની વધી મુશ્કેલી, જેનિફર મિસ્ત્રી એ વિડીયો શેર કરી કહી આ વાત

અસિત મોદી એ શૈલષ લોઢા ને કહ્યા અપશબ્દો 

શૈલેષ લોઢાએ જણાવ્યું કે વર્ષ 2022માં તેને સ્ટેન્ડ-અપ શો ‘ગુડ નાઈટ ઈન્ડિયા’માં ગેસ્ટ તરીકે આમંત્રિત કરવામાં આવ્યો હતો. તેણે વધુમાં કહ્યું કે કવિ બનવું તેની પોતાની ઓળખ છે અને તે આ શોનો ભાગ બનીને ખૂબ જ ખુશ છે. અભિનેતાએ કહ્યું, ‘મેં તે શો માટે શૂટિંગ કર્યું હતું અને ત્યાં એક કવિતા પણ સંભળાવી હતી. પરંતુ તેના ટેલિકાસ્ટના એક દિવસ પહેલા, ‘તારક મહેતા’ના નિર્માતાએ મને ફોન કર્યો અને મારા શોમાં જોડાવા સામે વાંધો ઉઠાવ્યો.શૈલેષના કહેવા પ્રમાણે, વાત કરતી વખતે અસિત કુમાર મોદીની ભાષા ખૂબ જ અભદ્ર હતી. શૈલેશે કહ્યું કે તે એક અભિનેતા તરીકે તે શોમાં કોઈ પાત્ર ભજવી રહ્યો નથી. તેઓ ત્યાં અતિથિ તરીકે આવ્યો હતો, તેથી ‘તારક મહેતા’ના નિર્માતાને કોઈ વાંધો ન હોવો જોઈએ. શૈલેષ લોઢાએ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના નિર્માતા પર શોમાં દરેકને પોતાનો નોકર કહેવાનો આરોપ પણ લગાવ્યો હતો. અભિનેતાએ કહ્યું, ‘અસિત કુમાર મોદીએ અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો હતો. પછી એકવાર શોમાં તેણે દરેકને અપમાનજનક રીતે પોતાનો નોકર કહ્યો, હું તેની બોલવાની રીતને સહન કરી શક્યો નહીં. કોઈ એક વ્યક્તિના કારણે નહીં પણ ઘણા લોકો દ્વારા શો બને છે. 17 ફેબ્રુઆરીના રોજ મેં મેઈલ કર્યો કે હું હવે શોમાં કામ કરી શકીશ નહીં.’

Dhurandhar 2: ‘ધુરંધર ૨’ જોઈને રડી પડી યામી ગૌતમ! પતિ આદિત્ય ધર માટે કહી દિલ જીતી લે તેવી વાત; જાણો એવું તો શું છે ફિલ્મમાં?
Rashmika Vijay Wedding Jewellery: ‘વિરોશ’ ના લગ્નના શાહી દાગીના: ૩૦૦ દિવસની મહેનત અને કિલોના ભાવે સોનું; રશ્મિકા-વિજયની જ્વેલરી પાછળનું ગણિત જાણી ચોંકી જશો
Vijay Sangeetha Divorce: સુપરસ્ટાર વિજયના છૂટાછેડા? 27 વર્ષ જૂનું લગ્નજીવન દાવ પર; પત્નીએ કોર્ટના દ્વાર ખખડાવતા ફેન્સમાં નિરાશા
Boong Manipuri Movie Re-Release: ઈતિહાસ રચનારી મણિપુરી ફિલ્મ ‘બૂંગ’ ફરી રિલીઝ થશે: બાફ્ટા એવોર્ડ જીત્યા બાદ મેકર્સે લીધો મોટો નિર્ણય; જાણો કઈ તારીખે જોવા મળશે મોટા પડદા પર
Exit mobile version