Site icon

કોણે કર્યો શૈલેષ લોઢા સાથે દગો – પોસ્ટ શેર કરીને વ્યક્ત કર્યો પોતાનો ગુસ્સો-ચાહકો એ આપી આવી પ્રતિક્રિયા 

News Continuous Bureau | Mumbai

પ્રખ્યાત ટીવી શો(TV Show) 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'(Tarak Mehta Ka ooltah Chashma') છેલ્લા 14 વર્ષથી લોકોનું મનોરંજન કરી રહ્યો છે. દિલીપ જોશી(Dilip Joshi) સ્ટારર આ શો દર્શકોની પહેલી પસંદ છે. શોના દરેક કલાકારોની અલગ-અલગ ફેન ફોલોઈંગ છે, જો કે વર્ષોથી આ શો માં કામ કરનારા ઘણા પ્રખ્યાત અભિનેતાઓ અને અભિનેત્રીઓએ શો છોડી દીધો છે. તાજેતરમાં જ શોમાં તારક મહેતાનું(Tarak Mehta) પાત્ર ભજવનાર અભિનેતા શૈલેષ લોઢાએ(Shailesh Lodha) શોને અલવિદા કહી દીધું. પરંતુ ચાહકો હજુ પણ તેને મિસ કરે છે. હવે આ શોમાં એક નવા તારકની પણ એન્ટ્રી થઈ છે. આ દરમિયાન શૈલેષ લોઢાએ સોશિયલ મીડિયા(Social media)પર એક પોસ્ટ શેર કરી છે.

Join Our WhatsApp Community

પોતાના ઈન્સ્ટાગ્રામ(Instagram) પર પોસ્ટ શેર કરતા અભિનેતા શૈલેષ લોઢાએ લખ્યું કે, 'એક સાધારણ વ્યક્તિ સાથે કરવામાં આવેલ છેતરપિંડી તમારા બરબાદીના બધા દરવાજા ખોલી દે છે. તમે ગમે તેટલા મહાન ચેસ ખેલાડી હો. તેણે કેપ્શન આપ્યું કે આજે નહીં તો કાલે, ભગવાન બધુ જુએ છે. શૈલેષ લોઢાએ આ કેપ્શનમાં કોઈનું નામ નથી લખ્યું. પરંતુ ચાહકોનું માનવું છે કે અભિનેતાએ અસિત મોદી પર કટાક્ષ કરતા આ પોસ્ટ કરી છે.એક ચાહકે લખ્યું, 'તારક મહેતા અસિત મોદી ને આડકતરી રીતે બોલી રહ્યા છે.' અન્ય એક યુઝરે લખ્યું, 'આસિત મોદી કો બોલ રહે ના નહીં'. ત્રીજાએ લખ્યું, 'યે અસિત મોદી કે લિયે હૈ ક્યા… બધા ટીવી પર કેટલા ભોળા લાગે છે.' ફેન્સ સતત આવી કોમેન્ટ કરી રહ્યા છે.તમને જણાવી દઈએ કે શૈલેષ ખૂબ સારા એક્ટર હોવાની સાથે એક કવિ પણ છે.

આ સમાચાર પણ વાંચો : મલાઈકા અરોરાના ચેટ શોમાં પૂર્વ પતિ અને બોયફ્રેન્ડની થશે એન્ટ્રી-ખૂલશે અનેક મોટા રહસ્યો

તમને જણાવી દઈએ કે શૈલેષ લોઢાએ શો છોડ્યા બાદ અસિત મોદીએ(Asit Modi) એક ઈન્ટરવ્યુ દરમિયાન કહ્યું હતું કે હું બધાને સાથે લઈને ચાલવામાં માનું છું. પણ જો કોઈ સાથે આવવા માંગતું ન હોય તો હું શું કરી શકું. લોકોના પેટ ભરાઈ ગયા છે. તેઓ વિચારે છે કે તેઓએ ઘણું કર્યું છે તેથી હવે તેઓ કંઈક બીજું કરવા માંગે છે. શો બંધ નહીં થાય, નવા તારક મહેતા ચોક્કસ આવશે, જૂના આવશે તો મને ખૂબ આનંદ થશે. અમે ફક્ત લોકોનું મનોરંજન કરવા માંગીએ છીએ.
 

Ranbir Kapoor: રણબીર કપૂર એ ઐશ્વર્યા રાય ની આ ફિલ્મમાં સહાયક નિર્દેશક તરીકે કર્યું હતું કામ, 17 વર્ષ પછી અભિનેત્રી સાથે કર્યો રોમાન્સ
Katrina Kaif Pregnancy: શું ખરેખર કેટરીના કૈફ ગર્ભવતી છે? જાણો રિપોર્ટ માં શું કરવામાં આવી રહ્યો છે દાવો
Sunny Sanskari Ki Tulsi Kumari Trailer: વરુણ-જાહ્નવીની કેમેસ્ટ્રી એ જીત્યા ચાહકો ના દિલ, ‘સની સંસ્કારી કી તુલસી કુમારી’ નું મજેદાર ટ્રેલર થયું રિલીઝ
Two Much With Kajol and Twinkle Trailer: કાજોલ-ટ્વિંકલ ના સવાલ જવાબ થી ડર્યો આમિર ખાન, સલમાન ખાને ઉડાવી મજાક, મજેદાર છે ટુ મચ નું ટ્રેલર
Exit mobile version