News Continuous Bureau | Mumbai
Shaitaan: અજય દેવગન, આર માધવન,જ્યોતિકા અને જાનકી બોડીવાલા સ્ટારર ફિલ્મ ‘શૈતાન’ સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. આ ફિલ્મ થી ગુજરાતી અભિનેત્રી જાનકી બોડીવાલા એ બોલિવૂડ માં ડેબ્યુ કર્યું છે.આ સાથે જ દિગ્દર્શક વિકાસ બહલે પહેલીવાર હોરર ફિલ્મ પર ફિલ્મ બનાવી છે. આ ફિલ્મમાં બધા જ કલાકરો ની એક્ટિંગે બધાને ચોંકાવી દીધા હતા. ‘શૈતાન’ની વાર્તાને ચાહકો અને ફિલ્મ સમીક્ષકો તરફથી ઉત્તમ પ્રતિસાદ મળ્યો છે. દરમિયાન, ફિલ્મનું પહેલા દિવસ નું કલેક્શન જાહેર થયું છે.
આ સમાચાર પણ વાંચો : Pushpa 2: અલ્લુ અર્જુન ની પુષ્પા 2 માં થઇ બોલિવૂડ ના આ સુપરસ્ટાર અભિનેતા ની એન્ટ્રી! ભજવશે મહત્વ ની ભૂમિકા
શૈતાન નું બોક્સ ઓફિસ કલેક્શન
મીડિયા રિપોર્ટ મુજબ ફિલ્મ ડોમેસ્ટિક બોક્સ ઓફિસ પર ડબલ ડિજિટમાં ઓપનિંગ કરી છે. ‘શૈતાન’ એ તેના પહેલા દિવસે ભારતની તમામ ભાષાઓમાં લગભગ 15.50 કરોડ રૂપિયાની કમાણી કરી છે. અજય દેવગન, જ્યોતિ દેશપાંડે, કુમાર મંગત પાઠક અને અભિષેક પાઠક આ ફિલ્મનું નિર્માણ કર્યું છે.