News Continuous Bureau | Mumbai
Shammi kapoor: બોલિવૂડ માં દોસ્તી અને દુશમની સામાન્ય બાબત છે. બોલિવૂડ સેલેબ્સ ક્યારે એકબીજા ના મિત્ર બની જ્યાં અને ક્યારે એકબીજા ના દુશ્મન બની જાય તે કહેવું મુશ્કેલ છે.ઇન્ડસ્ટ્રી માં આવો જ કિસ્સો શમ્મી કપૂર અને શત્રુઘ્ન સિન્હા વચ્ચે થયો હતો.શત્રુઘ્ન સિન્હા રાજ કપૂરને પોતાનો આદર્શ માનતા હતા, પરંતુ એકવાર તેમણે તેમના પરિવાર વિશે કંઈક કહ્યું, જેના કારણે તેમનો શમ્મી કપૂર જે રાજ લકપૂર નો નાનો ભાઈ છે તેની સાથે ઝઘડો થયો.
આ સમાચાર પણ વાંચો: Aishwarya rai Devdas: ફિલ્મ દેવદાસ માટે ઐશ્વર્યા રાય માટે ખરીદવામાં આવી હતી અધધ આટલી સાડી, તો માધુરી દીક્ષિત ના લહેંગા ની કિંમત જાણી તમને પણ લાગશે નવાઈ
શમ્મી કપૂર અને શત્રુઘ્ન સિન્હા વચ્ચે થયો ઝગડો
મીડિયા રિપોર્ટ મુજબ શત્રુઘ્ન સિન્હા રાજ કપૂરને પોતાના આદર્શ માનતા હતા અને તેમણે કહ્યું હતું કે તેઓ પણ તેમના કારણે અભિનેતા બન્યા હતા. પરંતુ શત્રુઘ્ન રાજ કપૂરના પિતાને સારા માનતા ન હતા. શત્રુઘ્ન સિન્હાએ પોતાના એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે જ્યારે તેઓ FTIIમાં ભણતા હતા ત્યારે પૃથ્વીરાજ કપૂર ત્યાં એક સેમિનારમાં ભાગ લેવા આવ્યા હતા. તેમણે વિદ્યાર્થીઓ સાથે વાત કરી અને ઓટોગ્રાફ પણ આપ્યા. વિદ્યાર્થીઓ સાથે વાત કરતી વખતે તેણે કંઈક એવું કહ્યું જે શત્રુઘ્નને પસંદ નહોતું. ત્યરબાદ એક ઈન્ટરવ્યુમાં શત્રુઘ્ન સિન્હાએ પૃથ્વીરાજ કપૂર વિશે કંઈક ઘસાતું કહ્યું હતું, જે શમ્મી કપૂર ને પસંદ નહોતું આવ્યું. રિપોર્ટ મુજબ, જ્યારે શત્રુઘ્ન સિન્હા ફિલ્મ ખાન દોસ્ત (1976)ના શૂટિંગ માટે આરકે સ્ટુડિયોમાં આવ્યા ત્યારે શમ્મી કપૂર સેટ પર પહોંચ્યા હતા. તેણે શત્રુઘ્નને પૂછ્યું કે તેણે તેના પિતા વિશે આવી વાતો કેમ કરી? તેમની વચ્ચે વાતચીત વધી, જે દલીલમાં ફેરવાઈ ગઈ.શમ્મી કપૂર એટલો ગુસ્સે થયો કે તેણે શત્રુઘ્ન સિન્હા નો કોલર પકડીને સ્ટુડિયોની બહાર ફેંકી દીધા. કહેવાય છે કે તેમની વચ્ચે ઝપાઝપી થઈ હતી.