Site icon

પોતાના થી 20 વર્ષ નાની અભિનેત્રી મુમતાઝ સાથે લગ્ન કરવા માંગતા હતા શમ્મી કપૂર, પરંતુ આ એક શરત ના કારણે આવ્યો લવ સ્ટોરીનો દુઃખદ અંત

બોલિવૂડ અભિનેત્રી મુમતાઝ અને શમ્મી કપૂર એકબીજાના પ્રેમમાં હતા, પરંતુ શમ્મી કપૂર ની એક શરતે તેમનો સંબંધ તોડી નાખ્યો.

shammi kapoor mumtaz love story know why bollywood actress mumtaz and shammi kapoor parted their ways

પોતાના થી 20 વર્ષ નાની અભિનેત્રી મુમતાઝ સાથે લગ્ન કરવા માંગતા હતા શમ્મી કપૂર, પરંતુ આ એક શરત ના કારણે આવ્યો લવ સ્ટોરીનો દુઃખદ અંત

News Continuous Bureau | Mumbai

અભિનેત્રી મુમતાઝ ( mumtaz ) હિન્દી સિનેમાની જાણીતી અભિનેત્રીઓમાંની ( bollywood actress ) એક છે. 60 અને 70ના દાયકામાં તેના નામનો સિક્કો ખૂબ ચાલતો હતો. મુમતાઝે માત્ર 12 વર્ષની ઉંમરે તેની કારકિર્દીની શરૂઆત કરી હતી. અભિનેત્રીની સાથે તે યુગના લગભગ તમામ ફિલ્મ નિર્માતા-દિગ્દર્શકો મુમતાઝ સાથે કામ કરવા ઉત્સુક હતા. તેની સુંદરતા ના માત્ર દર્શકો જ નહીં, પણ ઈન્ડસ્ટ્રીના ઘણા મોટા સુપરસ્ટાર્સ પણ દીવાના હતા. આમાંથી એક અભિનેતા મુમતાઝને તેના જીવ કરતાં પણ વધુ પ્રેમ કરતો હતો, પરંતુ તેમની પ્રેમ કહાની ( love story ) અધૂરી રહી.તે અભિનેતા હતો શમ્મી કપૂર ( shammi kapoor ) .અભિનેતા તે સમયના મોટા સ્ટાર હતા. તે પણ મુમતાઝની સુંદરતાના દિવાના બની ગયા હતા. રિપોર્ટ્સ અનુસાર મુમતાઝ પણ તેને પ્રેમ કરતી હતી. તે ઘણા વર્ષો સુધી શમ્મી કપૂરને ડેટ કરતી હતી પરંતુ બાદમાં બંનેનું બ્રેકઅપ થઈ ( parted their ways ) ગયું. મુમતાઝે જણાવ્યું કે તે સમયે તે 17 વર્ષની હતી. અભિનેત્રીએ તેના ઘણા ઇન્ટરવ્યુમાં આ વાતનો ઉલ્લેખ કર્યો છે.

Join Our WhatsApp Community

આ રીતે શમ્મી કપૂર મુમતાઝ ના પ્રેમ માં પડ્યા હતા

‘બ્રહ્મચારી’ પહેલી ફિલ્મ હતી જેમાં શમ્મી કપૂરે મુમતાઝ સાથે કામ કર્યું હતું. આ જ ફિલ્મમાં સાથે કામ કરતી વખતે શમ્મી કપૂર મુમતાઝની સુંદરતાના પ્રેમમાં પડી ગયા હતા.આ ફિલ્મના શૂટિંગ દરમિયાન જ મુમતાઝે શમ્મી કપૂરને કહ્યું હતું કે તે તેના પર ક્રશ છે. એટલું જ નહીં, શમ્મી મુમતાઝનો પહેલો ક્રશ હતો. જ્યારે શમ્મીને મુમતાઝના દિલની વાત ખબર પડી ત્યારે તેને ખૂબ જ આનંદ થયો અને તેનો ઝુકાવ પણ મુમતાઝ તરફ વધતો ગયો. ફિલ્મના શૂટિંગ દરમિયાન નજીક આવેલા બંનેની લવસ્ટોરી બધાના હોઠ પર ચડી ગઈ હતી.

આ સમાચાર પણ વાંચો: આ લિસ્ટ વાંચી લ્યો.  આ તમામ  ફાઇનાન્સિયલ કામ ડિસેમ્બરમાં કરવાના છે.  નહીં તો નાણાંકીય દંડ ભરવો પડશે

શમ્મી કપૂર ની એક શરત ના કારણે તૂટ્યો હતો બંને નો સંબંધ

વર્ષ 2020 માં એક મીડિયા હાઉસ ને આપેલા એક ઇન્ટરવ્યુમાં, મુમતાઝે કહ્યું હતું કે ‘કપૂરોને એ વાત પસંદ ન હતી કે તેમના ઘરની વહુઓ ફિલ્મ લાઇનમાં કામ કરે. શમ્મીજીએ મને કહ્યું કે જો હું તેને મારી સાથે ખુશ જોવા માંગુ છું તો મારે મારી કારકિર્દી છોડી દેવી પડશે. પરંતુ તે સમયે મારા કેટલાક સપના હતા અને હું જીવનના અમુક તબક્કે પહોંચવા માંગતી હતી. હું પણ મારું પોતાનું ઘર વસાવવા માંગતી હતી, પણ મને ફક્ત ઘરમાં બેસી રહેવું ગમતું ન હતું.આ પછી શમ્મી નું દિલ તૂટી ગયું. આ પછી તેણે કોઈ હિરોઈન સાથે લગ્ન ન કરવાનો નિર્ણય લીધો અને નીલા દેવી સાથે લગ્ન કર્યા. વર્ષ 1974માં મુમતાઝે પણ મયુર માધવાણી સાથે લગ્ન કર્યા હતા.

આ ફિલ્મમાં કર્યું હતું સાથે કામ

તમને જણાવી દઈએ કે મુમતાઝ અને શમ્મી કપૂરની જોડી પડદા પર પણ ઘણી હિટ રહી હતી. બંનેએ ‘બ્રહ્મચારી’ અને ‘વલ્લાહ ક્યા બાત હૈ’માં સાથે કામ કર્યું હતું. મુમતાઝે ઘણા સુપરસ્ટાર્સ સાથે કામ કર્યું હતું પરંતુ રાજેશ ખન્ના સાથેની તેની ઓનસ્ક્રીન જોડીને ખૂબ પસંદ કરવામાં આવી હતી. મુમતાઝ અને રાજેશ ખન્નાએ 8 સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યું હતું.

Dharmendra Discharged: ધર્મેન્દ્ર હોસ્પિટલમાંથી ઘરે પહોંચ્યા, પરિવારનું પહેલું નિવેદન, મીડિયાકર્મીઓને કરી આવી વિનંતી
Dharmendra: ધર્મેન્દ્રને દર મહિને સરકાર તરફથી મળે છે પેન્શન, જાણો કેમ મળે છે આ સુવિધા
Govinda Hospitalized: અચાનક બગડી અભિનેતા ગોવિંદાની તબિયત! તાત્કાલિક મુંબઈની હોસ્પિટલમાં દાખલ કરાયા
Dharmendra Discharged: ‘હી-મેન’ ધર્મેન્દ્ર હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ! હવે ઘરે જ થશે સારવાર, ચાહકોએ લીધો રાહતનો શ્વાસ.
Exit mobile version