Shanaya kapoor: ડેબ્યુ ફિલ્મ ની રિલીઝ પહેલા જ શનાયા કપૂર ના હાથ માં આવી વધુ એક મુવી,દિગ્દર્શકે શેર કરી તસવીર

Shanaya kapoor: શનાયા કપૂરે હજુ બોલિવૂડ માં એન્ટ્રી નથી કરી પરંતુ તેને તેની ડેબ્યુ ફિલ્મ ની રિલીઝ પહેલા જ વધુ એક ફિલ્મ મળી ગઈ છે. જેની તસવીર દિગ્દર્શકે શેર કરી છે.

by Zalak Parikh
shanaya kapoor new movie with director shujaat saudagar

News Continuous Bureau | Mumbai

Shanaya kapoor: શનાયા કપૂર એ સંજય કપૂર અને મહીપ કપૂર ની દીકરી છે. શનાયા કપૂરે હજુ બોલિવૂડ માં એન્ટ્રી નથી કરી પરંતુ તેની પહેલી ફિલ્મ રિલીઝ થાય તે પહેલાં જ તેની પાસે ફિલ્મોની લાઇન લાગી ગઈ છે. શનાયા એ એક ફિલ્મનું શૂટિંગ પૂર્ણ કર્યું છે. હવે શનાયાના ખાતામાં વધુ એક ફિલ્મ ઉમેરાઈ છે, જેનું શૂટિંગ શરૂ થઈ ગયું છે. જોકે, ફિલ્મનું નામ હજુ નક્કી થયું નથી.

આ સમાચાર પણ વાંચો: Kajol: પતિ અજય દેવગણ બાદ હવે કાજોલે પણ કર્યું રિયલ એસ્ટેટમાં કર્યું મોટું રોકાણ, અભિનેત્રીએ ખરીદી મુંબઈ માં અધધ આટલા કરોડ ની પ્રોપર્ટી

શનાયા ને મળી વધુ એક ફિલ્મ 

દિગ્દર્શક શુજાત સૌદાગરે તેમના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ પર એક તસવીર શેર કરી છે જેમાં તેમની નવી ફિલ્મ વિશે માહિતી આપવામાં આવી છે. ફિલ્મનું શીર્ષક હજુ સુધી જાણી શકાયું નથી કારણ કે બોર્ડ પર ફક્ત ‘જેસી’ લખેલું જોવા મળે છે. પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં, ફિલ્મ નિર્માતાએ તેની મુખ્ય અભિનેત્રી શનાયા કપૂર અને અભય વર્માને પણ ટેગ કર્યા છે. બાદમાં, બંને કલાકારોએ પણ આ તસવીરને તેમની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર ફરીથી શેર કરી.

 

View this post on Instagram

 

A post shared by Box Office Worldwide (@boworldwide)


શનાયા કપૂરની નવી ફિલ્મ ‘તુ યા મેં’નું ટીઝર રિલીઝ થયું છે. આ ફિલ્મ 2026 ના વેલેન્ટાઇન ડે પર રિલીઝ થવાની છે.આ ઉપરાંત, શનાયા કપૂરે તાજેતરમાં જ તેની ફિલ્મ ‘આંખો કી ગુસ્તાખિયાં’નું શૂટિંગ પણ પૂર્ણ કર્યું છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More