Site icon

શનાયા કપૂરના ડાન્સ મૂવ્સ એ નેટીઝન્સને કર્યા મંત્રમુગ્ધ, ડાન્સ જોયા પછી લોકો એ કરી આ અભિનેત્રી સાથે તેની સરખામણી, જુઓ વિડીયો

અભિનેત્રી શનાયા કપૂર સોશિયલ મીડિયા સેન્સેશન છે. શનાયાએ હાલમાં જ તેનો ડાન્સ વીડિયો શેર કર્યો છે. વીડિયોમાં શનાયા શાનદાર મૂવ્સ કરતી જોવા મળી રહી છે. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર છવાયેલો છે. શનાયાના આ વીડિયો પર ફેન્સથી લઈને સેલેબ્સે પોતાની પ્રતિક્રિયા આપી છે.

shanaya kapoors dance moves mesmerized netizens many people compared her to katrina kaif

શનાયા કપૂરના ડાન્સ મૂવ્સ એ નેટીઝન્સને કર્યા મંત્રમુગ્ધ, ડાન્સ જોયા પછી લોકો એ કરી આ અભિનેત્રી સાથે તેની સરખામણી, જુઓ વિડીયો

News Continuous Bureau | Mumbai

બોલિવૂડ એક્ટર સંજય કપૂરની દીકરી શનાયા ટૂંક સમયમાં બોલિવૂડમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે. શનાયા તેના બોલિવૂડ ડેબ્યુ પહેલા જ સોશિયલ મીડિયા સેન્સેશન છે. શનાયા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તે અવારનવાર સોશિયલ મીડિયા પર તેના ફોટા અને વીડિયો શેર કરતી રહે છે. અભિનેત્રીએ પોતાનો ડાન્સ વીડિયો શેર કર્યો છે. વીડિયોમાં શનાયા ધમાકેદાર ડાન્સ સ્ટેપ્સ કરતી જોવા મળી રહી છે. શનાયાનો ડાન્સ વીડિયો સોશિયલ મીડિયા પર છવાયેલો છે.

Join Our WhatsApp Community

 

શનાયા કપૂર નો વિડીયો થયો વાયરલ 

તાજેતરમાં શનાયા જે એક સારી ડાન્સર છે તેણે ડાન્સ વીડિયો દ્વારા તેના ચાહકોનું મનોરંજન કર્યું. વીડિયોમાં તે નેહા કક્કર ના ગીત ‘ગલી ગલી’ પર ડાન્સ કરતી જોવા મળી રહી છે. વીડિયો શેર કરતા તેણે લખ્યું, ‘એક મિનિટ હો ગયા’.શનાયા ના આ વિડીયો પર એક નેટીઝને લખ્યું, “આ પેઢીની બીજી કેટરિના કૈફ તારું ડેબ્યુ જોવા માટે રાહ જોઈ શકતી નથી.” અન્ય એકે લખ્યું, “કેટરિના કૈફ 2.0” ત્રીજા એ લખ્યું, “વાહ શું તે એક જ સમયે કામુક કેટરિના કૈફ વાઇબ્સ અને શક્તિશાળી ડાન્સ આપે છે.”

શનાયા કપૂર ની કારકિર્દી 

શનાયા સંજય કપૂર અને મહિપ કપૂરની દીકરી છે. શનાયા એ વર્ષ 2020માં જાહ્નવી કપૂરની ફિલ્મ ગુંજન સક્સેનાઃ ધ કારગિલ વોરમાં સહાયક નિર્માતા તરીકે તેની કારકિર્દીની શરૂઆત કરી હતી.અભિનેત્રી કરણ જોહરની ફિલ્મ બેધડકથી ડેબ્યૂ કરવાની છે. આ ફિલ્મનું નિર્દેશન શશાંક ખેતાન કરી રહ્યા છે. આ ફિલ્મને કરણ જોહર પ્રોડ્યુસ કરી રહ્યો છે. શનાયાની સાથે તેની બહેન ખુશી કપૂર પણ બોલિવૂડમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે.

આ સમાચાર પણ વાંચો: અનુપમા સિરિયલ છોડવાની અફવાઓ પર ‘પાખી’એ તોડ્યું મૌન, શૂટિંગ ના કરવાને લઇ ને અને પારસ ની ટિપ્પણી નો આપ્યો જવાબ

Gauri Khan Restaurant Tori : શાહરુખ ખાનની પત્ની ગૌરી ખાનના રેસ્ટોરાં ‘ટોરી’માં ભોજન માટે તમારે ખાલી કરવા પડશે તમારા ખિસ્સા, જાણો તેનું મેન્યુ અને ભાવ
TRP Report Week 42: TRP કિંગ કોણ? વીક 42ના રિપોર્ટમાં ‘અનુપમા’ અને ‘તુલસી’ની સત્તા યથાવત્, ‘બિગ બોસ 19’ની ધમાકેદાર એન્ટ્રી
Shahrukh khan: જન્મદિવસે મન્નત પર ફેન્સને મળશે શાહરુખ ખાન? #AskSRKમાં આપ્યો મજેદાર જવાબ
Kyunki Saas Bhi Kabhi Bahu Thi 2: કયુંકી…’માં મેગા લીપ! શોમાં આવશે જબરદસ્ત વળાંક, હવે તુલસી નહીં,આ પાત્ર પર રહેશે ફોકસ
Exit mobile version