News Continuous Bureau | Mumbai
શાર્ક ટેન્ક ઈન્ડિયા 2 ની જજઅને સુગર કોસ્મેટિક્સ ની સ્થાપક વિનીતા સિંહ એક સફળ બિઝનેસ વુમન તેમજ ઉત્સુક એથ્લેટ છે. વિનિતાએ ઘણી મેરેથોન અને ટ્રાયથલોનમાં ભાગ લીધો છે. અને તાજેતરમાં જ વિનિતાએ ટ્રાયથ્લોનમાં ભાગ લીધો હતો જેને તેણે અત્યાર સુધીની સૌથી મુશ્કેલ રેસ તરીકે વર્ણવી છે. આ દરમિયાન તેને સ્વિમિંગ દરમિયાન પેનિક એટેક આવ્યો હતો.
વિનિતા એ શેર કરી નોટ્સ
ઈમોશનલ નોટ શેર કરતા વિનિતા સિંહે લખ્યું, ‘હું છેલ્લી આવી હતી.’ આ પછી તેણે આગળ લખ્યું, ‘મેં હંમેશા સ્વિમિંગ સાથે સંઘર્ષ કર્યો છે. જો કે, કમનસીબે તમામ ટ્રાયથલોન સ્વિમથી શરૂ થાય છે. તે પણ ખુલ્લા દરિયામાં થાય છે. ગયા અઠવાડિયે શિવાજી ટ્રાયથલોન મારા જીવનની સૌથી અઘરી રેસ હતી. તેમાં અનેક મોજા ઉછળતા હતા અને પવન ફૂંકાઈ રહ્યો હતો. આ કારણે મને પેનિક એટેક આવ્યો. તે પણ 1 કલાકનો હતો. જોકે, ઘણા લોકોએ મારું મનોબળ વધાર્યું. હું શ્વાસ લઈ શકતી નહોતી, તેથી મેં તેમને મને લઈ જવા કહ્યું. મને રેસ્ક્યુ ટીમ દ્વારા ઉપાડવામાં લઇ જવામાં આવી અને મેં છોડવાનો નિર્ણય લીધો, જે મારા માટે ખૂબ જ પીડાદાયક હતું.
વિનિતા ને પુરી કરી રેસ
વિનિતા સિંહે આગળ લખ્યું છે કે, ‘તે સમયે શિવાજી દરિયો ઉફાન પર હતો. મારામાં હિંમત નહોતી. જ્યારે હું હોડીમાં પાછી આવી રહી હતી, ત્યારે મેં 9 વર્ષની એક બહાદુર છોકરીને મોજા સામે લડતી અને આગળ વધતી જોઈ. મેં રેસ છોડવાનું મન બનાવી લીધું હતું. મેં તાલીમ પણ પૂર્ણ કરી ન હતી પરંતુ મેં મારા મનને પડકાર ફેંક્યો હતો. રેસમાં કોઈ સમય મર્યાદા ન હતી, તેથી મારી પાસે કોઈ બહાનું ન હતું. આ કારણે હું ફરી એકવાર પાણીમાં કૂદી પડી.વિનિતા સિંહ આગળ કહે છે, ‘મેં સ્વિમિંગ શરૂ કર્યું. 39 મિનિટ જેટલો સમય લાગતો હતો તે કરવા માટે મને દોઢ કલાકનો સમય લાગ્યો પરંતુ આખરે હું પાણીમાંથી બહાર નીકળી ત્યારે બધાએ 10:30 સુધીમાં તેમની રેસ પૂરી કરી હતી. તે પૂર્ણ કરવામાં મને બપોરે 12:20 વાગ્યાનો સમય લાગ્યો. નૌકાદળના 100 જવાનો મને ઉત્સાહિત કરી રહ્યા હતા. હું INS શિવાજીના તમામ લોકોનો આભાર વ્યક્ત કરું છું. આખરે મેં આવીને મારા બાળકોને કહ્યું કે મા આજે છેલ્લીઆવી છે પણ માએ છોડ્યું નહીં.
