News Continuous Bureau | Mumbai
Sheezan khan: ટીવી ઇન્ડસ્ટ્રી માંથી લગાતાર અભિનેતા કે અભિનેત્રી ના બીમારી ના અને હોસ્પિટલમાં દાખલ થવાના સમાચાર સામે આવતા રહે છે. થોડા સમય પહેલા અભિનેત્રી હિના ખાન ના હોસ્પિટલમાં દાખલ થવાના સમાચાર સામે આવ્યા હતા. હવે સ્વર્ગસ્થ અભિનેત્રી તુનિશા શર્મા ના મિત્ર શીઝાન ખાન ના હોસ્પિટલ માં દાખલ થવાના સમાચાર સામે આવ્યા છે આ સમાચાર અભિનેતા એ પોતે તેના સોશિયલ મીડિયા પર આપ્યા છે.
શીઝાન ખાને આપ્યું હેલ્થ અપડેટ
શીઝાન ખાને સોશિયલ મીડિયા પર તેના સ્વાસ્થ્ય વિશે એક અપડેટ શેર કર્યું, જેમાં તેણે હોસ્પિટલના પલંગ પર આરામ કરતી તસવીર પોસ્ટ કરી. આ તસવીર સાથે અભિનેતાએ તેના કેપ્શનમાં લખ્યું, ‘વર્ષ 2023ના આ સમય પર નફરત છે.’ મીડિયા રિપોર્ટ મુજબ શીઝાન ને વાયરલ ઇન્ફેક્શન થયું હતું.

શીઝાન ખાન ની આ પોસ્ટ બાદ તેના ચાહકો સોશિયલ મીડિયા પર તેને ગેટ વેલ સુન ના મેસેજ પાઠવી રહ્યા છે.
આ સમાચાર પણ વાંચો : Hina khan: ટીવી ની લોકપ્રિય અભિનેત્રી હિના ખાન થઇ હોસ્પિટલમાં દાખલ, પોસ્ટ શેર કરી આપ્યું હેલ્થ અપડેટ, જાણો હાલ કેવી છે અભિનેત્રી ની તબિયત