Shefali Jariwala Death: શેફાલી જરીવાલાનું અચાનક નિધન, અભિનેત્રી ની મિત્ર એ કર્યો તેના અંતિમ ક્ષણોનો ખુલાસો

Shefali Jariwala Death: શેફાલી જરીવાલાની નજીકની મિત્ર પૂજા ઘાઈએ ખુલાસો કર્યો કે મૃત્યુના દિવસે તેણે વિટામિન Cનું ડ્રિપ લીધું હતું

by Zalak Parikh
Shefali Jariwala Sudden Death Shocks Fans Close Friend Reveals Final Moments

News Continuous Bureau | Mumbai 

Shefali Jariwala Death: ‘કાંટા લગા’  ગીતથી ફેમસ થયેલી મોડેલ અને અભિનેત્રી શેફાલી જરીવાલા હવે આપણા વચ્ચે નથી. 27 જૂનના રોજ 42 વર્ષની ઉંમરે તેનું નિધન થયું હતું. તેના અચાનક અવસાનથી ચાહકો અને સેલિબ્રિટીઝમાં શોકની લાગણી છે. હવે તેની નજીકની મિત્ર પૂજા ઘાઈએ એક ઇન્ટરવ્યુમાં શેફાલીના અંતિમ પળો વિશે ખુલાસો કર્યો છે.

આ સમાચાર પણ વાંચો : Shefali Jariwala Funeral : શેફાલી જરીવાલાના અંતિમ સંસ્કાર, પતિ પરાગ ત્યાગીએ ભીની આંખે કાંધ આપી..

અંતિમ રાત્રે શું બન્યું હતું?

પૂજા ઘાઈએ એક ઇન્ટરવ્યૂ માં જણાવ્યું કે શેફાલીના ઘરમાં મૃત્યુના દિવસે સત્યાનારાયણની પૂજા યોજાઈ હતી. રાત્રે શેફાલીએ ભોજન લીધું અને પતિ પરાગ ત્યાગીને કૂતરાને ફરવવા કહ્યું. જ્યારે પરાગ નીચે ગયો, ત્યારે હેલ્પરે કહ્યું કે દીદીની તબિયત ઠીક નથી લાગી રહી. પરાગ ઉપર આવ્યો તો શેફાલી બેભાન હાલતમાં હતી.પરાગે તરત જ તેને હોસ્પિટલ લઈ જવાનો પ્રયાસ કર્યો, પણ ત્યાં પહોંચતા પહેલા જ ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી. પૂજાએ જણાવ્યું કે શેફાલીએ તે દિવસે વિટામિન Cનું IV ડ્રિપ (Vitamin C IV Drip) લીધું હતું, જે સામાન્ય રીતે લોકો આરોગ્ય માટે લે છે.

 

View this post on Instagram

 

A post shared by Vickey Lalwani (@iamvickeylalwani)


શેફાલી જરીવાલા ‘કાંટા લગા’ ગીતથી ઘરોઘર જાણીતી બની હતી. તેને ટીવી શો અને મ્યુઝિક વીડિયો દ્વારા પણ લોકપ્રિયતા મેળવી હતી. તેનું અચાનક અવસાન ચાહકો માટે મોટો આઘાત છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More