ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૨૬ જૂન 2021
શનિવાર
ફિલ્મ ઇન્ડસ્ટ્રી એવી ઇન્ડસ્ટ્રી છે જેમાં રાતોરાત કોઈની કિસ્મત બદલાઈ જાય છે તો કોઈને સંઘર્ષ કરવો પડે છે. આવું જ કંઈક થયું શેફાલી જરીવાલા સાથે, શેફાલી જરીવાલા એક આઇટમ સૉન્ગ ‘કાંટા લગા’થી મશહૂર થઈ હતી. તે તેના જીવનને લઈને હંમેશાં ચર્ચામાં રહેતી હોય છે. શેફાલીના એક વાર છૂટાછેડા થઈ ચૂક્યા છે અને તેણે બીજા લગ્ન પરાગ ત્યાગી સાથે કર્યાં છે. પહેલા લગ્નનો અનુભવ કેવો રહ્યો એ વિશે શેફાલીએ ખુલાસો કર્યો.
હાલમાં જ એક ઇન્ટરવ્યૂ દરમિયાન શેફાલીએ પોતાના છૂટાછેડા વિશે ખૂલીને વાત કરી હતી. તેણે જણાવ્યું હતું કે “તમારી સાથે જ્યારે આવું થાય ત્યારે એવું લાગે જાણે દુનિયા જ ખતમ થઈ ગઈ છે. છૂટાછેડાનો નિર્ણય લેવો એક પડકાર ભર્યું કામ છે. આપણને એમ લાગે કે હવે આગળ શું થશે? જ્યારે મારા છૂટાછેડા થયા ત્યારે હું એક જુવાન છોકરી, પરંતુ મને લોકોએ સમજી અને મારા આ નિર્ણયનું સન્માન કર્યું. આમાં મારાં માતા-પિતા, ફ્રેન્ડ, બીજા ઘણા બધા સામેલ છે.” શેફાલી વધુમાં જણાવે છે કે જ્યારે તેને બીજી વાર લગ્ન કર્યાં ત્યારે લોકોએ તેને ઘણી ખરીખોટી સંભળાવી હતી. તે જણાવે છે કે સમાજમાં આ જ સમસ્યા છે, લોકો પુરુષોને નહીં, પરંતુ સ્ત્રીઓને જજ કરે છે. એવું કેમ થાય છે? પુરુષ દસ વખત લગ્ન કરે તો ચાલે, પરંતુ મહિલા બીજી વાર પણ લગ્ન ના કરી શકે.
મીત બ્રધર્સ ફેમ હરમિત સિંહ સાથે શેફાલીનાં લગ્ન થયાં હતાં. બંનેનું લગ્નજીવન વર્ષ 2004થી 2009 સુધી ચાલ્યું. બંને વચ્ચે ખૂબ ઝઘડા થયા અને ત્યારવબાદ છૂટાછેડા લઈ લીધા. શેફાલી જરીવાલાએ વર્ષ 2014માં અભિનેતા પરાગ ત્યાગી સાથે બીજા લગ્ન કર્યાં. હાલ બંને એકબીજા સાથે ખૂબ ખુશ છે. શેફાલી અને પરાગ બંનેનો એકબીજા પ્રત્યેનો પ્રેમ અવારનવાર સોશિયલ મીડિયામાં પણ જોવા મળે છે.