Site icon

સિદ્ધાર્થ શુક્લાના આ 2 મિત્રો બની શકે છે બિગ બોસ OTT 2 ના હોસ્ટ, ચાહકો ને મળશે એન્ટરટેઇન્મેન્ટ નો ડબલ ડોઝ

 News Continuous Bureau | Mumbai

ટીવીના લોકપ્રિય રિયાલિટી શો 'બિગ બોસ'ને (Big boss)લોકો ખૂબ પસંદ કરે છે. અત્યાર સુધી આ શોએ 15 સીઝન પૂર્ણ કરી છે. ગયા વર્ષે 2021 માં, 'બિગ બોસ' નવા ફોર્મેટ 'બિગ બોસ OTT' (Big boss OTT)તરીકે શરૂ કરવામાં આવ્યું હતું. 'બિગ બોસ ઓટીટી'ની પ્રથમ સીઝન પ્રખ્યાત ફિલ્મ નિર્માતા કરણ જોહરે હોસ્ટ કરી હતી. આ સિઝનમાં દિવ્યા અગ્રવાલ વિજેતા(Divya Agarwal) બની હતી. તે જ સમયે, પ્રતિક સહજપાલ, નિશાંત ભટ્ટ, શમિતા શેટ્ટી અને રાકેશ બાપટ, જેઓ 'બિગ બોસ ઓટીટી'માં જોવા મળ્યા હતા, તેમણે પણ 'બિગ બોસ 15'માં ભાગ લીધો હતો. હવે 'બિગ બોસ ઓટીટી સીઝન 2'ની તૈયારીઓ ચાલી રહી છે અને તેના માટે સ્પર્ધકના નામ પર ચર્ચા ચાલી રહી છે. તે જ સમયે, 'બિગ બોસ ઓટીટી સીઝન 2' ના હોસ્ટના નામ પણ સામે આવ્યા છે.

Join Our WhatsApp Community

એક મીડિયા હાઉસ ના અહેવાલ મુજબ, નિર્માતાઓએ 'બિગ બોસ 13' માં દેખાતા અસીમ રિયાઝ(Asim Riaz) અને શહેનાઝ ગિલનો(Shehnaaz Gil) 'બિગ બોસ ઓટીટી સીઝન 2' હોસ્ટ(Big boss OTT 2 host) કરવા માટે સંપર્ક કર્યો છે. ગયા વર્ષે પણ 'બિગ બોસ ઓટીટી'ની પ્રથમ સિઝનમાં આસિમ રિયાઝ અને શહેનાઝ ગિલના નામ ખાસ મહેમાન તરીકે જોવા મળ્યા હતા પરંતુ કેટલાક કારણોસર બંને શોનો ભાગ બની શક્યા ન હતા. પરંતુ હવે ફરી એકવાર અસીમ રિયાઝ અને શહેનાઝ ગિલના નામ સામે આવ્યા છે અને એવી શક્યતા છે કે બંને 'બિગ બોસ ઓટીટી સીઝન 2' હોસ્ટ કરશે. જો કે હજુ સુધી આ અંગે કોઈ પુષ્ટિ થઈ નથી.

આ સમાચાર પણ વાંચો : બે દાયકા બાદ દિલ્હી હાઈકોર્ટનો મોટો નિર્ણય, ફિલ્મ શોલેના ટાઈટલના ઉપયોગ પર લગાવી રોક, નુકસાની તરીકે આટલા લાખ રૂપિયા ચૂકવવાનો આપ્યો નિર્દેશ

તમને જણાવી દઈએ કે બિગ બોસ સીઝન 13માં દિવંગત એક્ટર સિદ્ધાર્થ શુક્લા (Siddharth Shukla) વિજેતા બન્યા હતા અને ફર્સ્ટ રનર અપ અસીમ રિયાઝ અને સેકન્ડ રનર અપ શહનાઝ ગિલ હતા. આ સિઝન દરમિયાન સિદ્ધાર્થ શુક્લાના અસીમ રિયાઝ વચ્ચે ઘણા ઉતાર-ચઢાવ જોવા મળ્યા હતા. તે જ સમયે, લોકોને સિદ્ધાર્થ શુક્લા અને શહનાઝ ગિલ વચ્ચેની કેમેસ્ટ્રી ખૂબ જ પસંદ આવી હતા.બન્ને ની કેમેસ્ટ્રી જોઈને તેમના ચાહકોએ તેમને ‘સીડનાઝ’ (Sidnaz)નામ આપ્યું હતું  'બિગ બોસ સિઝન 13'ના અંત પછી પણ સિદ્ધાર્થ શુક્લા અને શહનાઝ ગિલની મિત્રતા જળવાઈ રહી. બીજી તરફ, સિદ્ધાર્થ શુક્લા અને આસિમ રિયાઝ શોના અંત પછી મિત્ર બન્યા હતા.

The Family Man 3: ‘ધ ફેમિલી મેન 3’માં શ્રીકાંત તિવારી બનશે ‘મોસ્ટ વૉન્ટેડ’! સમય રૈના અને અપૂર્વા મુખર્જીની મજેદાર સલાહ વાયરલ
Dharmendra: ધર્મેન્દ્રને મળવા શાહરુખ-સલમાન હોસ્પિટલ પહોંચ્યા, છતાં કેમ ન થઈ મુલાકાત? જાણો મોટું કારણ
Sunny Deol Hema Malini Relation: સંબંધોનું રહસ્ય,સની અને બોબી દેઓલ હેમા માલિનીને ‘મમ્મી’ કેમ નથી બોલાવતા? જાણો કયા નામથી સંબોધે છે!
Anupama: ‘અનુપમા’માં રાહી અને પ્રેમ નો શરૂ થશે રોમેન્ટિક ટ્રેક તો બીજી તરફ રાજા અને પરી વચ્ચે વધશે તણાવ
Exit mobile version