Shehnaaz gill: આ કારણે હોસ્પિટલમાં દાખલ થઇ શહેનાઝ ગિલ, સોશિયલ મીડિયા પર વિડીયો શેર કરી આપ્યું હેલ્થ અપડેટ

Shehnaaz gill: શહેનાઝ ગિલની અચાનક ખરાબ તબિયતને કારણે તેને મુંબઈની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. અભિનેત્રી શહેનાઝ ગિલે તાજેતરમાં સોશિયલ મીડિયા પર લાઈવ સેશન કર્યું અને જણાવ્યું કે જણાવ્યું કે તેની તબિયત હવે પહેલા કરતા સારી છે.

by Zalak Parikh
shehnaaz gill admitted to hospital due to this reason

News Continuous Bureau | Mumbai

Shehnaaz gill: શહેનાઝ ગિલ આ દિવસોમાં તેની ફિલ્મ થેન્ક યુ ફોર કમિંગને લઈને ચર્ચામાં છે,. આ ફિલ્મ માં તેની સાથે ભૂમિ પેડનેકર, ડોલી સિંહ, કુશા કપિલા, શિબાની બેદી, પ્રધુમ્ના સિંહ મોલ, નતાશા રસ્તોગી, ગૌતમિક, સુશાંત દિવગીકર, સલોની ડેની, ડોલી આહલુવાલિયા અને કરણ કુન્દ્રા છે. શહેનાઝ ગિલની અચાનક ખરાબ તબિયતને કારણે તેને મુંબઈની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. શહેનાઝનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે હોસ્પિટલમાંથી સોશિયલ મીડિયા પર લાઈવ થઇ ને તેના સ્વાસ્થ્ય વિશે જણાવ્યું હતું. 

આ સમાચાર પણ વાંચો: shahrukh khan: શાહરુખ ખાન નો જીવ જોખમ માં! ધમકી મળ્યા બાદ મહારાષ્ટ્ર સરકારે કિંગ ખાન ને પુરી પાડી આ કેટેગરીની સુરક્ષા,જાણો સમગ્ર મામલો

હોસ્પિટલ માં દાખલ થઇ શહેનાઝ ગિલ 

શહેનાઝ ગિલની અચાનક ખરાબ તબિયતને કારણે તેને મુંબઈની કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. અભિનેત્રીએ તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર લાઈવ આવીને ચાહકોને આ સમાચાર આપ્યા છે, ત્યારથી તેના ચાહકો એક્ટ્રેસના જલ્દી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી રહ્યા છે. શહેનાઝ ગિલે પોતાની ખરાબ તબિયતનું કારણ પણ આપ્યું છે.શહેનાઝ ગીલે લાઈવ સેશનમાં કહ્યું  ‘દરેકનો સમય આવે છે… આજે મારી સાથે આવું થયું, હું હવે ઠીક છું, હું અત્યાર સુધી ઠીક નહોતી. મને ફૂડ ઈન્ફેક્શન થયું હતું, મેં બહારથી સેન્ડવીચ ખાધી હતી, જેના કારણે મને ઈન્ફેક્શન થયું હતું, હવે હું ઠીક છું.’

 

View this post on Instagram

 

A post shared by Instant Bollywood (@instantbollywood)


તમને જણાવી દઈએ કે, શહેનાઝ ગિલ અભિનીત ફિલ્મ થેન્ક યુ ફોર કમિંગ 6 ઓક્ટોબરે રિલીઝ થઈ હતી.

Join Our WhatsApp Community

You may also like