News Continuous Bureau | Mumbai
રાખી સાવંતનો મામલો દિવસેને દિવસે વધી રહ્યો છે. રોજ નવી પ્રેસ કોન્ફરન્સમાં નવો ખુલાસો થઈ રહ્યો છે. હવે પતિ આદિલ દુરાની, બેસ્ટ ફ્રેન્ડ રાજશ્રી અને શર્લિન ચોપરા રાખી સામે એક થઈ ગયા છે. આ દરમિયાન શર્લિન રાખીની જોરદાર મજાક કરતી જોવા મળી હતી.
Story – રાખી સાવંત આ દિવસોમાં ફરી એકવાર તેના પતિને લઈને ચર્ચામાં આવી છે. રાખીના પતિ આદિલ દુર્રાની એ જેલમાંથી બહાર આવતાની સાથે જ તેણે રાખી સાવંત પર ઘણા ગંભીર આરોપો લગાવ્યા છે. આ આરોપો વચ્ચે રાખી સાવંતની બેસ્ટ ફ્રેન્ડ રાજશ્રી પણ તેની સામે આવી છે. રાખીના જીવનમાં એક મોટો ટ્વિસ્ટ જોવા મળી રહ્યો છે. રાખી સામે પતિ, બેસ્ટ ફ્રેન્ડ અને શર્લિન ચોપરા એક થઈ ગયા છે. ત્રણેય ભેગા થઇ ને એક પ્રેસ કોન્ફરન્સ કરે છે અને રાખીની મજાક ઉડાવે છે.
શર્લિન ચોપરા એ ઉડાવી રાખી સાવંત ની મજાક
રાખી સાવંતની બેસ્ટ ફ્રેન્ડ રાજશ્રીએ પ્રેસ કોન્ફરન્સ કરી રાખી પર અનેક ગંભીર આરોપો લગાવ્યા હતા. આ પ્રેસ કોન્ફરન્સ માં રાખીના પતિ આદિલ દુરાની અને અભિનેત્રી શર્લિન ચોપરાએ પણ ભાગ લીધો હતો. ત્રણેયએ રાખી પર આરોપો લગાવ્યા હતા. આ દરમિયાન શર્લિન ચોપરા પણ રાખી સાવંતની મજાક ઉડાવતી જોવા મળી હતી. વાસ્તવમાં, ભૂતકાળમાં, રાખી સાવંતે એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી, જેમાં તેને શ્વાસ ફૂલવાનું શરૂ થયું હતું. શર્લિન ચોપરાએ આ જ ઘટનાની મજાક ઉડાવતા શ્વાસ ફૂલવાની મિમિક્રી કરી હતી.
View this post on Instagram
શર્લિન ચોપરા અને રાખી સાવંત વચ્ચે હતો વિવાદ
તમને જણાવી દઈએ કે, શર્લિન ચોપરા અને રાખી વચ્ચે લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. બંને ઘણી વખત જાહેરમાં એકબીજાને અપશબ્દો બોલતા જોવા મળ્યા છે. એટલું જ નહીં, શર્લિન અગાઉ પણ કહી ચુકી છે કે રાખી સાવંત તેની ઈર્ષ્યા કરે છે. બાય ધ વે, જ્યારે આદિલ દુરાની જેલમાં ગયો ત્યારે બંને વચ્ચે મિત્રતા હતી, જે લાંબો સમય ટકી શકી નહીં.
આ સમાચાર પણ વાંચો : rakhi sawant: રાખી સાવંત ની મુશ્કેલી વધી, આદિલ બાદ હવે ડ્રામા ક્વીન ની બેસ્ટ ફ્રેન્ડ એ ખોલી પોલ ! અભિનેત્રી વિરુદ્ધ કરી આ કાર્યવાહી