Sherlyn chopra : બોલિવૂડ ની આ અભિનેત્રી એ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સાથે લગ્ન કરવાની બતાવી તૈયારી, પરંતુ તેના માટે રાખી ખાસ શરત

sherlyn chopra wants to marry rahul gandhi put this condtion

News Continuous Bureau | Mumbai  

Sherlyn chopra : બોલ્ડ શૂટ માટે જાણીતી અભિનેત્રી શર્લિન ચોપરા તેની સ્પષ્ટવક્તા માટે જાણીતી છે. તાજેતરમાં, તેણે એક નિવેદન આપીને સોશિયલ મીડિયા પર હેડલાઇન્સ બનાવી છે. અચાનક તેનું નામ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સાથે જોડવામાં આવી રહ્યું છે.શર્લિન ચોપરા કોંગ્રેસના નેતા સાથે લગ્ન કરવાનું સપનું જોઈ રહી છે. તેણે રાહુલ ગાંધી સાથે લગ્ન કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે. એક સવાલના જવાબમાં તેણે કહ્યું કે, ‘હું રાહુલ ગાંધી સાથે લગ્ન કરવા માંગુ છું.’ જોકે તેણે એક શરત પણ મૂકી છે.

રાહુલ ગાંધી સાથે લગ્ન કરવા માટે શર્લિન ચોપરા એ રાખી શરત

તમને જણાવી દઈએ કે શર્લિન ચોપરા આ સમયે લાઈમલાઈટમાં છે. વાસ્તવમાં, તેણીને પાપારાઝીએ મજાકમાં પૂછ્યું હતું કે શું તે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી સાથે લગ્ન કરવાનું વિચારશે? તે જ સમયે, પાપારાઝીના આ સવાલના જવાબમાં શર્લિન ચોપરાએ હસીને કહ્યું- હા, કેમ નહીં. પરંતુ હું ઈચ્છું છું કે લગ્ન પછી પણ મારી અટક ચોપરા જ રહે. શર્લિન ચોપરાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. શર્લિન ચોપરાના આ નિવેદને લોકોનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું છે. જો કે રાહુલ ગાંધીએ હજુ સુધી આ મામલે કોઈ પ્રતિક્રિયા આપી નથી.

આ સમાચાર પણ વાંચો : Akshay kumar : સદગુરુએ જોઈ અક્ષય કુમારની ‘OMG2’, સોશિયલ મીડિયા પર આપ્યો ફિલ્મ નો રિવ્યુ, ખિલાડી કુમારે પણ આપી આવી પ્રતિક્રિયા

શર્લિન ચોપરા નું વર્ક ફ્રન્ટ

શર્લિન ચોપરા ભાગ્યે જ ફિલ્મોમાં જોવા મળે છે. અવારનવાર તે તેના બોલ્ડ શૂટ માટે હેડલાઇન્સમાં રહે છે. હાલમાં, શર્લિન ‘પૌરષપુર સીઝન 2’ સાથે સ્ક્રીન પર કમબેક કરવા માટે તૈયાર છે. તે વેબ સિરીઝમાં મોહક અને રાજવી મહારાણી સ્નેહલતાના રોલમાં જોવા મળશે.હાલમાં જ તે રેપ સોંગ ‘વો કરતે હૈ જજ’ માં જોવા મળી હતી. તે ‘દોસ્તીઃ ફ્રેન્ડ્સ ફોરએવર’ (2005), ‘રેડ સ્વસ્તિક’ (2007), ‘વજહ તુમ હો’ (2016) જેવી ફિલ્મોનો પણ ભાગ રહી ચુકી છે અને તાજેતરમાં જ તેણે ટૂંકી ફિલ્મો બનાવવા માટે હાથ અજમાવ્યો છે.