Site icon

Shilpa shetty and Raj kundra: આ કેસ માં શિલ્પા શેટ્ટી અને રાજ કુન્દ્રા ને મળી બોમ્બે હાઈકોર્ટ માંથી મોટી રાહત, હવે નહીં થવું પડે બેઘર

Shilpa shetty and Raj kundra: શિલ્પા શેટ્ટી અને રાજ કુન્દ્રા ને મની લોન્ડરિંગ કેસ માં બોમ્બે હાઇકોર્ટ તરફ થી મોટી રાહત મળી છે. હવે તેમને તેમનું ફાર્મહાઉસ અને ઘર ખાલી નહીં કરવા પડે.

shilpa shetty and raj kundra get temporary relief as bombay high court

shilpa shetty and raj kundra get temporary relief as bombay high court

News Continuous Bureau | Mumbai 

Shilpa shetty and Raj kundra: શિલ્પા શેટ્ટી અને રાજ કુન્દ્રાના મની લોન્ડરિંગ કેસમાં એક નવું અપડેટ સામે આવ્યું છે. આ કેસમાં બોમ્બે હાઈકોર્ટે બંને ને વચગાળાની રાહત આપી છે.વાત એમ હતી કે ઇડી એ શિલ્પા શેટ્ટી અને તેના પતિ રાજ કુન્દ્રાને મની લોન્ડરિંગ કેસની તપાસમાં નોટિસ મોકલી હતી. આ નોટિસમાં તેમને મુંબઈના જુહુ સ્થિત ઘર અને પૂણેમાં તેમનું ફાર્મહાઉસ 10 દિવસમાં ખાલી કરવા માટે કહેવામાં આવ્યું છે. હવે તેમને આમાંથી રાહત મળી છે. 

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Ratan Tata bollywood: ઓટો થી લઈને સ્ટીલ સુધીના વ્યવસાય સાથે સંકળાયેલા ટાટા ગ્રુપ એ બોલિવૂડ ફિલ્મમાં પણ કર્યું હતું નિર્માણ, આ હતી રતન ટાટા ની પહેલી અને છેલ્લી ફિલ્મ

શિલ્પા અને રાજ ને મળી વચગાળા ની રાહત 

મીડિયા રિપોર્ટ મુજબ EDએ બોમ્બે હાઈકોર્ટને જણાવ્યું હતું કે જ્યાં સુધી શિલ્પા શેટ્ટી અને રાજ કુન્દ્રા ની મિલકત જપ્ત કરવા સામે દાખલ કરવામાં આવેલી અરજી પર કોર્ટ પોતાનો ચુકાદો ન આપે ત્યાં સુધી તેઓ તેમને આપવામાં આવેલી ખાલી કરાવવાની નોટિસ પર કોઈ કાર્યવાહી કરશે નહીં. 


27 સપ્ટેમ્બરના રોજ ઇડી એ શિલ્પા શેટ્ટી અને કુન્દ્રાને મુંબઈના જુહુ સ્થિત ઘર અને પુણેમાં એક ફાર્મ હાઉસ 10 દિવસમાં ખાલી કરવા માટે નોટિસ પાઠવી હતી. બંને એ ઇડી ની સામે બોમ્બે હાઈકોર્ટમાં અરજી કરી હતી. આ સાથે જ તેમને આ નોટિસ ને ગેરકાયદે ગણાવીને આ નોટિસ રદ કરવાની માંગ કરી હતી.હવે  જસ્ટિસ બેન્ચે ગુરુવારે આ કેસમાં પોતાનો ચુકાદો આપતાં શિલ્પા શેટ્ટી અને રાજ કુન્દ્રાને સ્ટે માટે અરજી કરવાની મંજૂરી આપી હતી.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Dhurandhar 2 Trailer Release Date: એક્શનનો ઓવરડોઝ! ‘ધુરંધર ૨’ માં રણવીર સિંહ બતાવશે પોતાનો અસલી પાવર, આ દિવસે રિલીઝ થશે ધમાકેદાર ટ્રેલર
Ravi Dubey Sargun Mehta Pregnancy: લગ્નના ૧૨ વર્ષ પછી રવિ દુબે અને સરગુન મહેતાના આંગણે ગુંજશે કિલકારી? વાયરલ તસવીરોએ મચાવી ધૂમ
Kritika Kamra Gaurav Kapur Wedding: ટીવીની ‘આરોહી’ હવે અસલ જિંદગીમાં પરણશે! ૧૧ માર્ચે કૃતિકા કામરા અને ગૌરવ કપૂર ના લગ્ન; જાણો વેડિંગ સેલિબ્રેશનનો સંપૂર્ણ પ્લાન
Aishwarya Rai: વહેલી સવારે ૫ વાગ્યે એવું તો શું થયું કે એશ્વર્યા રાય રડમસ થઈ ગઈ? મણિ રત્નમની ફિલ્મનું શૂટિંગ જ્યારે એક્ટ્રેસ માટે બન્યું માથાનો દુખાવો!
Exit mobile version