Site icon

Shilpa Shetty 60 Crore Fraud Case: શિલ્પા શેટ્ટીનો પલટવાર: ‘મારું નામ ખોટી રીતે બદનામ કરવામાં આવ્યું છે’, 60 કરોડની છેતરપિંડીના કેસમાં એક્ટ્રેસની સફાઈ

Shilpa Shetty 60 Crore Fraud Case: શિલ્પા શેટ્ટીની ટીમ દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે કંપનીના રોજિંદા કામકાજ કે નાણાકીય નિર્ણયોમાં તેની કોઈ ભૂમિકા નહોતી

Shilpa Shetty Breaks Silence on 60 Crore Fraud Case; Says She Had No Operational Role

Shilpa Shetty Breaks Silence on 60 Crore Fraud Case; Says She Had No Operational Role

News Continuous Bureau | Mumbai

Shilpa Shetty 60 Crore Fraud Case:બોલિવૂડ અભીનેત્રી શિલ્પા શેટ્ટી અને તેના પતિ રાજ કુન્દ્રા હાલમાં ૬૦ કરોડ રૂપિયાના કથિત છેતરપિંડીના કેસને લઈને કાયદાકીય મુશ્કેલીમાં છે. આર્થિક ગુના શાખા (EOW) દ્વારા ચાલી રહેલી તપાસ વચ્ચે શિલ્પા શેટ્ટીએ સત્તાવાર નિવેદન જારી કરીને પોતાની સંડોવણીનો ઈનકાર કર્યો છે. શિલ્પાએ દાવો કર્યો છે કે તે કંપનીમાં માત્ર એક પ્રોફેશનલ તરીકે જોડાયેલી હતી અને ઉલટાનું તેના પરિવારે કંપનીને કરોડોની લોન આપી છે જે હજુ પરત મળી નથી.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Hema Malini : દેઓલ પરિવારથી અંતર કે મજબૂરી? ધર્મેન્દ્ર માટે હેમા માલિનીની અલગ પ્રાર્થના સભા પાછળનું સત્ય આવ્યું સામે, જાણો મનોજ દેસાઈએ શું કહ્યું

‘મારો રોલ માત્ર લિમિટેડ અને નોન-ઓપરેશનલ હતો’

એક મીડિયા હાઉસ ના રિપોર્ટ મુજબ, શિલ્પા શેટ્ટીએ ૬૦ કરોડના છેતરપિંડી કેસમાં પોતાની સ્પષ્ટતા રજૂ કરતા જણાવ્યું છે કે આ મામલે તેના પર લગાડવામાં આવેલા તમામ આરોપો સાવ પાયાવિહોણા છે. શિલ્પાએ સ્પષ્ટ કર્યું કે આ કંપનીમાં તેનો રોલ માત્ર લિમિટેડ અને નોન-ઓપરેશનલ હતો. અન્ય સેલિબ્રિટીઝની જેમ તેણે માત્ર એક હોમ શોપિંગ ચેનલ માટે બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ કર્યું હતું અને આશ્ચર્યની વાત એ છે કે આ કામ માટે તેની પોતાની ફી પણ હજુ સુધી ચૂકવવામાં આવી નથી. આ કેસમાં તેનું નામ ખોટી રીતે સંડોવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે જેનાથી તેને ખૂબ જ આઘાત લાગ્યો છે.


શિલ્પાએ વળતો આક્ષેપ કરતા દાવો કર્યો છે કે તેનો પરિવાર પોતે આર્થિક નુકસાન વેઠી રહ્યો છે, કારણ કે તેના પરિવારે કંપનીને અંદાજે ૨૦ કરોડ રૂપિયાની લોન આપી હતી જે હજુ સુધી પરત મળી નથી. તેણે સવાલ ઉઠાવ્યો હતો કે ૯ વર્ષના લાંબા વિલંબ બાદ તેનું નામ આ કેસમાં ખેંચવું એ કાયદાકીય રીતે અયોગ્ય છે. પોતાની પ્રતિષ્ઠાને લઈને ચિંતિત અભિનેત્રીએ ન્યાયતંત્ર પર પૂરો ભરોસો વ્યક્ત કર્યો છે અને આ મામલે બોમ્બે હાઈકોર્ટમાં અરજી પણ દાખલ કરી છે. શિલ્પાના મતે, આવા ખોટા આરોપો માત્ર તથ્યોને તોડી-મરોડીને રજૂ નથી કરતા, પરંતુ જાહેર જીવનમાં એક મહિલાની ગરિમા અને પ્રામાણિકતાને પણ ઊંડું નુકસાન પહોંચાડે છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Anita Raaj Fitness Secrets: 62ની ઉંમર અને 30 જેવી ફિટનેસ! ‘યે રિશ્તા…’ ના દાદી સા છે અસલી ફિટનેસ ક્વીન, વર્કઆઉટ જોઈને યંગસ્ટર્સ પણ રહી જશે દંગ
Shilpa Shetty Bastian Restaurant : શિલ્પા શેટ્ટીની રેસ્ટોરન્ટમાં નૂડલ્સ ખાતા પહેલા ખિસ્સું તપાસજો! કિંમત જાણીને લોકોએ પૂછ્યું- ‘આમાં એવું તે શું ખાસ છે?’
Screen Awards 2026: રણવીર સિંહ અને અક્ષય ખન્નાની મોટી સફળતા: સ્ક્રીન એવોર્ડ્સ 2026 માં ‘ધુરંધર’ ફિલ્મનો દબદબો, જાણો વિજેતાઓની યાદી
Yeh Rishta Kya Kehlata Hai Twist: યે રિશ્તા ક્યા કહેલાતા હૈ ટ્વિસ્ટ: અભિરાની જિંદગી નરક બનાવવા કોણે રચ્યું મોટું ષડયંત્ર? ઘરની જ વ્યક્તિ નીકળી દુશ્મન.
Exit mobile version