News Continuous Bureau | Mumbai
Raj Kundra: અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ બિઝનેસમેન રાજ કુન્દ્રા તેની આગામી ફિલ્મ ‘UT-69’ના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ ફિલ્મ રાજકુન્દ્રા એ જેલમાં વિતાવેલા દિવસો પર આધારિત છે. આ ફિલ્મ ટૂંક સમયમાં રિલીઝ થવા જઈ રહી છે. હાલમાં જ રાજ કુન્દ્રાની ફિલ્મનું ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું હતું. આ ઇવેન્ટ દરમિયાન રાજ કુન્દ્રા એ તેને જીવન ને લગતા ઘણા ખુલાસા કર્યા હતા. હવે રાજ કુન્દ્રા નો વધુ એક વિડીયો સામે આવ્યો છે. આ વિડીયો માં તે જણાવે છે કે કેવી રીતે તેનું નસીબ બદલાઈ ગયું અને તે ટેક્સી ડ્રાઇવર માંથી કાર નો માલિક બની ગયો.
રાજ કુન્દ્રા ટેક્સી ચલાવતો હતો
રાજ કુન્દ્રા હાલમાં તેની ફિલ્મ ‘UT-69’ના પ્રમોશન માં વ્યસ્ત છે. આ દરમિયાન રાજ કુન્દ્રાએ પોતાની લાગણીઓ શેર કરી અને કહ્યું કે તે પહેલા ટેક્સી ડ્રાઈવર હતો અને તે લંડનમાં ટેક્સી ચલાવતો હતો. જે વીડિયો સામે આવ્યો છે તેમાં રાજ કારમાં બેઠેલો જોવા મળે છે, જેની આસપાસ તેની આગામી ફિલ્મનું પોસ્ટર છે. કેમેરા તરફ જોઈને રાજ પૂછે છે, ‘સાહેબ, ક્યાં જવું છે.? લાજપત નજર, હું લઈ જઈશ…’ તે આગળ કહે છે, ‘આ રીતે મારી સફરની શરૂઆત થઈ. 18 વર્ષની ઉંમરે હું ટેક્સી ચલાવતો હતો, તે પણ લંડનમાં, અને આજે હું પોસ્ટર વીંટાળેલી મારી ટેક્સીમાં બેઠો છું. કારની અંદર, કાર પર પોસ્ટર જોઈને ખૂબ સારું લાગે છે. આ તો કહેવાય છે કે દુનિયા ગોળ છે.’
View this post on Instagram
તમને જણાવી દઈએ કે, રાજ કુન્દ્રા એ તેની ફિલ્મ ‘UT-69’ના ટ્રેલર લોન્ચ દરમિયાન તેના જીવન સાથે જોડાયેલા ઘણા કિસ્સા શેર કર્યા હતા. કયા દરમિયાન રાજ કુન્દ્રા ભાવુક પણ જોવા મળ્યો હતો.
આ સમાચાર પણ વાંચો : Raj kundra: રાજ કુન્દ્રા એ કર્યો મોટો ખુલાસો, પોર્નોગ્રાફી કેસ વચ્ચે શિલ્પા શેટ્ટીએ અભિનેતા ને પૂછ્યો હતો આવો સવાલ