News Continuous Bureau | Mumbai
Shilpa Shetty New Show Maa Hai Na| અભિનેત્રી શિલ્પા શેટ્ટી હવે એક રિયાલિટી શોના હોસ્ટ તરીકે કમાન સંભાળવા તૈયાર છે. આ નવા શો ‘માં હૈ ના’ નું એલાન કરવામાં આવ્યું છે. આ એક કોમેડી કુકિંગ શો હશે જેમાં આધુનિક જનરેશનઝેડના લાઈફસ્ટાઈલ અને માતાઓની પરંપરાગત સૂઝબૂઝ વચ્ચેનો મજેદાર તકરાર જોવા મળશે. શિલ્પા શેટ્ટીએ સોશિયલ મીડિયા પર આ અપડેટ શેર કરતા લખ્યું કે, “હું પાછી આવી ગઈ છું! સ્વાદ, ડ્રામા અને માં ના જજમેન્ટ સાથે.”
કયા પ્લેટફોર્મ પર રિલીઝ થશે આ શો?
આ 10 એપિસોડની નોન-ફિક્શન સિરીઝ ઓટીટી પ્લેટફોર્મ જી-5 (ZEE5) પર સ્ટ્રીમ થશે. શોમાં સેલેબ્સ અને તેમની માતાઓ વચ્ચે કુકિંગ ચેલેન્જની સાથે સાથે હૃદયસ્પર્શી વાતચીત અને પરિવાર વચ્ચેના પ્રેમભર્યા પળો જોવા મળશે. નિર્માતાઓના જણાવ્યા મુજબ, રસોડું એ એક એવી જગ્યા છે જ્યાં માત્ર જમવાનું જ નહીં, પરંતુ યાદો, હસી-મજાક અને લાગણીઓ પણ પીરસવામાં આવે છે.
કોણ કોણ હશે સ્પર્ધકો?
શોમાં ભાગ લેનારા સ્પર્ધકોની યાદી પણ જાહેર કરવામાં આવી છે:
સુનીતા આહુજા અને તેમની પુત્રી ટીના આહુજા.
ઉર્વશી ધોળકિયા અને તેમનો પુત્ર ક્ષિતિજ ધોળકિયા.
તાન્યા મિત્તલ અને તેમની માતા સુનીતા મિત્તલ.
ગુલ્લુ અને તેની માતા મુનેશ તંવર.
શાહિદા અંસારી અને તેનો ભત્રીજો અફઘાન.
ભાગ્યશ્રી શર્મા અને તેમની માતા રિન્જુ શર્મા.
શોની થીમ અને ખાસિયત
આ શો એ વાત પર ફોકસ કરશે કે જ્યારે બે અલગ પેઢીઓને એક રેસીપી દ્વારા એકબીજાની વાત સાંભળવી પડે છે ત્યારે શું થાય છે. રસોઈ બનાવતી વખતે માતા અને બાળકો વચ્ચે થતી મીઠી તકરાર, ગેરસમજ અને અંતે મળતા સુકૂનને આ શોમાં મજેદાર રીતે રજૂ કરવામાં આવશે. જોકે હજુ સુધી આ શોના પ્રસારણની તારીખ જાહેર કરવામાં આવી નથી, પરંતુ ‘માં હૈ ના’ ટૂંક સમયમાં જ દર્શકોનું મનોરંજન કરવા માટે આવી રહ્યો છે.
👉 આ સમાચાર વાચો:
Sanjeev Arora Arrested ED। પંજાબના મંત્રી સંજીવ અરોરા જેલના હવાલે! EDએ ૭ કલાકના દરોડા બાદ કરી ધરપકડ, ‘આપ’માં ખળભળાટ