Shilpa shetty: શિલ્પા શેટ્ટી એ કર્યા નરેન્દ્ર મોદી ના વખાણ, વડાપ્રધાન ને મોકલેલા પત્ર માં તેમના વિશે લખી આ વાત

Shilpa shetty: શિલ્પા શેટ્ટી એ હાલમાંજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ને એક પત્ર મોકલ્યો છે જેમાં તેને અયોધ્યામાં રામ મંદિર માટે વડાપ્રધાન નો આભાર વ્યક્ત કર્યો છે.

by Zalak Parikh
shilpa shetty writes letter to PM modi and praised him for ayodhya ram mandir

News Continuous Bureau | Mumbai 

Shilpa shetty: 22 જાન્યુઆરી 2024ના રોજ અયોધ્યામાં રામ મંદિરનું ઉદ્ઘાટન થયું હતું. આ ઐતિહાસિક અવસર પર બોલિવૂડ ની હસ્તીઓ જેવી કે અમિતાભ બચ્ચન-રણબીર કપૂર, આલિયા ભટ્ટ સહિત બીજા ઘણા એ હાજરી આપી હતી. આ સ્થિતિમાં  હવે શિલ્પા શેટ્ટીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને અયોધ્યા માં રામ મંદિર માટે તેમનો આભાર માન્યો છે. ભારતીય જનતા પાર્ટીએ શિલ્પા શેટ્ટીની આ નોટની પ્રશંસા કરી છે અને તેને સોશિયલ મીડિયા પર શેર કરી છે.

આ સમાચાર પણ વાંચો : Teri baaton mein aisa uljha jiya: થિયેટર માં ધૂમ કમાણી કરી રહેલી ફિલ્મ ‘તેરી બાતોં મેં ઐસા ઉલ્ઝા જિયા’ ના ઓટીટી રિલીઝ ને લઈને આવ્યું અપડેટ, જાણો કયા પ્લેટફોર્મ પર રિલીઝ થશે શાહિદ કપૂર ની ફિલ્મ

 

શિલ્પા શેટ્ટી એ માન્યો વડાપ્રધાન નરેન્દ્ર મોદી નો આભાર 

શિલ્પા શેટ્ટી એ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના વખાણ કરતા એક પત્ર માં લખ્યું છે કે, “આદરણીય મોદીજી, કેટલાક લોકો ઈતિહાસ વાંચે છે. કેટલાક લોકો ઈતિહાસમાંથી શીખે છે. પરંતુ તમારા જેવા લોકો ઈતિહાસ બદલી નાખે છે. તમે રામજન્મભૂમિનો 500 વર્ષનો ઈતિહાસ બદલી નાખ્યો. દિલ થી તમારો આભાર. આ શુભ કાર્ય સાથે તમારું નામ પણ ભગવાન શ્રી રામના નામ સાથે સદાકાળ જોડાયેલું છે. નમો રામ. જય શ્રી રામ.”


શિલ્પા શેટ્ટી ના આ પત્ર ને ભાજપના સોશિયલ મીડિયા હેન્ડલ પર શેર કરવામાં આવ્યો છે. આ પત્ર ને શેર કરતા તેમને લખ્યું છે કે,’શિલ્પા શેટ્ટીએ હાલમાં જ પીએમ નરેન્દ્ર મોદીને એક પત્ર લખ્યો છે, જેમાં અભિનેત્રીએ પીએમનો આભાર માન્યો છે. ભગવાન રામ લગભગ 5 સદીઓ સુધી વનવાસમાં રહ્યા અને હવે તેમનો વનવાસ સમાપ્ત થઈ ગયો છે.’

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More