બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીનાં પતિ અને ઉદ્યોગપતિ રાજ કુંદ્રાની મુશ્કેલીઓ વધી ગઈ છે.
શિલ્પા શેટ્ટીનાં પતિ રાજ કુંદ્રાને સોમવારે મોડી રાત્રે મુંબઇ પોલીસની ક્રાઈમ બ્રાંચની ટીમે પોર્નોગ્રાફી કેસમાં ધરપકડ કરી છે.
તેમના પર અશ્લીલ ફિલ્મો બનાવવાનો અને કેટલીક એપ્સ પર અપલોડ કરવાનો આરોપ છે.
શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુંદ્રાને ક્રાઈમ બ્રાંચે પૂછપરછ માટે બોલાવ્યા હતા. રાજ કુંદ્રાની અનેક કલાકો સુધી પૂછપરછ કર્યા બાદ ક્રાઇમ બ્રાંચે તેની ધરપકડ કરી હતી.
કમિશનરે કહ્યું કે, તપાસ દરમિયાન જાણવા મળ્યું કે આ રેકેટનો મુખ્ય આરોપી રાજ કુંદ્રા છે. પોલીસને તેની સામે ઘણા નક્કર પુરાવા મળ્યા છે. તેમણે કહ્યું કે આ મામલે વધુ તપાસ ચાલી રહી છે.
ઉલ્લેખનીય છે કે ગત ફેબ્રુઆરીમાં રાજ કુંદ્રા વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી.
પેગાસસ જાસૂસી મામલે UNએ વ્યક્ત કરી ચિંતા, સંયુક્ત રાષ્ટ્રસંઘે સરકારને આપી આ સલાહ