Shilpa Shetty Restaurant: શિલ્પા શેટ્ટીના રેસ્ટોરાંમાં 920ની ચા અને 1.59 લાખની વાઇન, એક રાત માં કરે છે અધધ આટલી કમાણી

Shilpa Shetty Restaurant: શિલ્પા શેટ્ટી ના રેસ્ટોરાં ‘બેસ્ટિયન’ નું મેનુ સામે આવ્યું છે જેને જોઈને તમારી પણ આંખો પહોળી થઇ જશે. મુંબઈના પોપ્યુલર રેસ્ટોરાં ‘બેસ્ટિયન’માં એક રાતની કમાણી 2 થી 3 કરોડ સુધી, શિલ્પાની 50% છે આમાં હિસ્સેદારી

by Zalak Parikh
Shilpa Shetty’s Restaurant Serves ₹920 Tea and ₹1.59 Lakh Wine, Menu Sparks Buzz

News Continuous Bureau | Mumbai

Shilpa Shetty Restaurant:  બોલીવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી નું  રેસ્ટોરાં ‘બેસ્ટિયન’  મુંબઈના સૌથી લોકપ્રિય સેલિબ્રિટી ફૂડ પ્લેસમાં ગણાય છે. તાજેતરમાં મેનૂ અને ભાવોને લઈને સોશિયલ મીડિયા પર ચર્ચા થઈ રહી છે. અહીં  920ની જાસ્મિન હર્બલ ટી અને 1.59 લાખની સ્પાર્કલિંગ વાઇન મળે છે.

આ સમાચાર પણ વાંચો : Salman Khan Terrorist: સલમાન ખાનના બલૂચિસ્તાન નિવેદનથી પાકિસ્તાનમાં મચી ખળભળાટ, જાણો કેમ ભાઈજાન ને કર્યો આતંકવાદી જાહેર

મેનૂ અને ભાવ – શોખીન લોકો માટે

‘બેસ્ટિયન’માં ચિલી ગાર્લિક નૂડલ્સ 675, ચિકન બુરિટો  900, બરેટા સલાડ 1050 અને એવોકાડો ટોસ્ટ  800માં મળે છે. ફ્રેન્ચ વાઇન ડોમ પેરિગ્નોન બ્રૂટ રોઝ 1.59 લાખમાં સર્વ થાય છે. ચા અને કોફી પણ 300થી 900 સુધીની છે.માહિતી મુજબ, ‘બેસ્ટિયન’ એક રાતમાં 2 થી  3 કરોડ સુધીની કમાણી કરે છે. અહીં બુકિંગ મેળવવું સરળ નથી. શિલ્પા શેટ્ટી 2019થી રેસ્ટોરાંના ફાઉન્ડર રંજીત બિંદ્રા સાથે પાર્ટનરશિપમાં છે અને હાલમાં બ્રાન્ડમાં 50% હિસ્સેદાર છે.

 

View this post on Instagram

 

A post shared by SCREEN (@ieentertainment)


શિલ્પા અને તેમના પતિ રાજ કુન્દ્રા તાજેતરમાં  60.48 કરોડની છેતરપિંડીના કેસમાં ચર્ચામાં રહ્યા હતા. બોમ્બે હાઈકોર્ટ એ વિદેશ પ્રવાસ માટે પહેલા 60 કરોડ જમા કરાવવાનો આદેશ આપ્યો હતો.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More