News Continuous Bureau | Mumbai
ટેલિવિઝનની દુનિયામાં શિવાજી સાટમે ‘CID’માં ACP પ્રદ્યુમન બનીને દેશભરના લોકોના દિલમાં એક ખાસ સ્થાન બનાવ્યું. શિવાજી સાટમ ને બધા ‘એસીપી પ્રદ્યુમન’ તરીકે ઓળખે છે. શિવાજી આજે તેમનો 73મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. ચાલો આ અવસર પર જાણીએ અભિનેતાના જીવન સાથે જોડાયેલી કેટલીક ખાસ વાતો.
બેંક ઓફિસર હતા શિવાજી સાટમ
શિવાજી સાટમનો જન્મ 21 એપ્રિલ 1950ના રોજ મહારાષ્ટ્રમાં થયો હતો. અભિનયની દુનિયામાં પોતાની ઓળખ બનાવવા માટે તેણે ઘણો સંઘર્ષ કર્યો. તેમને બાળપણથી જ અભિનયમાં રસ હતો, પરંતુ તેમની કારકિર્દીની શરૂઆત બેંક ઓફિસર તરીકે કરી હતી. શિવાજી જ્યારે એક બેંકમાં કેશિયર તરીકે કામ કરતા હતા ત્યારે તેમણે સૌપ્રથમ આંતર-બેંક સ્ટેજ સ્પર્ધામાં ભાગ લીધો હતો અને પોતાના અભિનયથી બધાને પ્રભાવિત કર્યા હતા.
શિવાજી સાટમ ની કારકિર્દી
શિવાજી ના અભિનયને આ સ્પર્ધાથી ઓળખ મળી. તેમના દમદાર અભિનયથી પ્રભાવિત થઈને, પીઢ મરાઠી થિયેટર અભિનેતા બાલ ધુરીએ તેમને તેના સંગીત નાટકમાં મુખ્ય ભૂમિકાની ઓફર કરી, જેના માટે તેમને તરત જ સંમતિ આપી. તેમને વર્ષ 1990માં ટીવી સીરિયલ ‘રિશ્તે નાતે’થી પોતાની એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી. આ પછી તેમને ઘણી મોટી સિરિયલોમાં કામ કર્યું.ત્યારબાદ તેમને ‘વાસ્તવ’, ‘ગુલામ-એ-મુસ્તફા’, ‘ચાઈના ગેટ’, ‘ટેક્સી નંબર 9211’, ‘નાયક’, ‘જીસ દેશ મેં ગંગા રહેતા હૈ’, ‘સૂર્યવંશમ’ જેવી ઘણી સુપરહિટ ફિલ્મો કરી. શિવાજી સાટમે ઘણી મોટી ટીવી સિરિયલો તેમજ હિન્દી સિનેમા ફિલ્મોમાં ઘણા મોટા સ્ટાર્સ સાથે કામ કર્યું હતું, પરંતુ ‘CID’ દ્વારા તેમને ખાસ ઓળખ મળી હતી. ‘સીઆઈડી’માં તેમને ‘એસીપી પ્રદ્યુમન’નું પાત્ર ભજવ્યું હતું, જો કે શો બંધ થઈ ગયો છે, પરંતુ આજે પણ તે ‘એસીપી પ્રદ્યુમન’ તરીકે ઓળખાય છે.