Shivangi Joshi: કથિત બોયફ્રેન્ડ સાથે નહીં પરંતુ પરિવાર સાથે શિવાંગી જોશી એ મનાવ્યો તેનો જન્મદિવસ, કુશાલ ટંડન એ આ રીતે કર્યું અભિનેત્રી ને બર્થડે વિશ

Shivangi Joshi: ટીવી એક્ટ્રેસ શિવાંગી જોશી એ તેના પરિવાર સાથે તેનો જન્મદિવસ ઉજવ્યો હતો, અભિનેત્રી એ સોશિયલ મીડિયા પર તેની તસવીરો શેર કરી છે.

by Zalak Parikh
Shivangi Joshi Celebrates Birthday with Family Rumored Boyfriend Kushal Tandon Sends Sweet Wish

News Continuous Bureau | Mumbai

Shivangi Joshi: ટીવી જગતની લોકપ્રિય અભિનેત્રી શિવાંગી જોશી એ તેના પરિવાર સાથે તેનો જન્મદિવસ ઉજવ્યો હતો. એક્ટ્રેસે આ ખાસ દિવસની કેટલીક સુંદર તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે. આ તસવીરોમાં શિવાંગી આસમાની રંગની ડ્રેસમાં અને હાથમાં પ્રિન્સેસ ક્રાઉન સાથે જોવા મળે છે. એક તસવીરમાં તે પરિવાર સાથે કેક કાપતી નજરે પડે છે.

આ સમાચાર પણ વાંચો: YRKKH New Entry: યે રિશ્તા ક્યા કહેલાતા હૈ માં થશે નવી એન્ટ્રી,અભીરા ને છોડી આ અભિનેત્રી સાથે રોમાન્સ કરતો જોવા મળશે અરમાન!

કુશાલ ટંડનનો ખાસ બર્થ ડે મેસેજ

શિવાંગીના રુમર્ડ બોયફ્રેન્ડ કુશાલ ટંડન એ પણ ઇન્સ્ટાગ્રામ સ્ટોરી દ્વારા તેને જન્મદિવસની શુભેચ્છા આપી. તેણે લખ્યું, “હેપ્પી બર્થ ડે ગોર્જીયસ, હંમેશા ડાયમંડ ની જેમ ચમકતી રહે.” બંનેને ઘણીવાર પાર્ટી અને ઇવેન્ટ્સમાં સાથે જોવામાં આવ્યા છે, જેના કારણે તેમના સંબંધોની ચર્ચા વધી છે.

 


શિવાંગી જોશી ‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ’  સિરિયલથી ઘરોઘર જાણીતી બની હતી. હવે તે ‘બડે અચ્છે લગતે હૈ’ ની નવી સીઝનમાં હર્ષદ ચોપરા સાથે મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ શો એકતા કપૂર દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી રહ્યો છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More