Dharmendra Hema Malini: ધર્મેન્દ્ર પછી બદલાઈ ગયું સમીકરણ? હેમા માલિની અને દેઓલ પરિવારના સંબંધો પર શોભા ડેના દાવાએ વધારી સનસનાટી

Dharmendra Hema Malini: ધર્મેન્દ્ર અને હેમા માલિનીના સંબંધો હંમેશા ચર્ચામાં રહ્યા છે. પરંતુ અભિનેતાના નિધન બાદ બંને પરિવારો વચ્ચેનું અંતર હવે જાહેરમાં દેખાઈ રહ્યું હોવાનું શોભા ડેનું કહેવું છે.

by Zalak Parikh
Shobhaa De Claims Deol Family Sidelined Hema Malini After Dharmendra's Demise

News Continuous Bureau | Mumbai

Dharmendra Hema Malini: બોલિવૂડના દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્રના અવસાન બાદ દેઓલ પરિવારના આંતરિક સંબંધોને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. જાણીતા લેખિકા અને કોલમિસ્ટ શોભા ડે એ દાવો કર્યો છે કે ધર્મેન્દ્રના નિધન બાદ સમગ્ર દેઓલ પરિવારે હેમા માલિનીને એકલા પાડી દીધા છે. આ જ કારણ છે કે હેમા માલિની ધર્મેન્દ્રની ઓફિશિયલ પ્રેયર મીટમાં જોવા મળ્યા નહોતા.

આ સમાચાર પણ વાંચો : Dhurandhar’ Success: ધુરંધર હિટ રહેતા અક્ષય ખન્ના ગદગદ: ‘રહેમાન ડકૈત’ના રોલને મળેલા પ્રેમ બદલ એક્ટરે વ્યક્ત કરી ખુશી, જાણો શું કહ્યું?

૪૫ વર્ષના સંબંધો છતાં અલગ-થલગ

શોભા ડેએ તાજેતરમાં આપેલા એક ઇન્ટરવ્યુમાં દેઓલ પરિવારના વર્તન પર આકરા સવાલો ઉઠાવતા જણાવ્યું હતું કે, પરિવારે હેમા માલિનીને એ વ્યક્તિથી દૂર કરી દીધા જેમની સાથે તેમણે જિંદગીના ૪૫ વર્ષ વિતાવ્યા હતા. શોભા ડેના મતે, આ વર્તનથી હેમા માલિનીને ઊંડું દુઃખ થયું હશે, તેમ છતાં તેમણે આ બાબતનો કોઈ મોટો મુદ્દો બનાવ્યો નથી. હેમા માલિનીએ આ મુશ્કેલ સમયમાં પણ મૌન રહીને પોતાની ગરિમા જાળવી રાખી છે, જે તેમની પરિપક્વતા દર્શાવે છે.

 

View this post on Instagram

 

A post shared by Bollywood Five (@bollywoodfive)


ધર્મેન્દ્રના અવસાન બાદ મુંબઈમાં યોજાયેલી મુખ્ય પ્રેયર મીટમાં હેમા માલિનીની ગેરહાજરીએ અનેક તર્ક-વિતર્કો સર્જ્યા હતા. આ અંગે શોભા ડેએ વિશ્લેષણ કરતા કહ્યું કે, હેમા માલિની ધરમજીના નિધન બાદની લાગણીશીલ પળોને ‘હાઈજેક’ કરવા નહોતા માંગતા અને કોઈ વિવાદ ઊભો કરવા ઈચ્છતા નહોતા. આથી જ તેમણે મુંબઈમાં દેઓલ પરિવારના કાર્યક્રમમાં જોડાવાને બદલે દિલ્હીમાં પોતાના જીવનસાથી માટે અલગથી પ્રાર્થના સભા યોજીને પોતાની રીતે શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.શોભા ડેએ હેમા માલિનીના શાંત સ્વભાવના વખાણ કરતા કહ્યું કે, “તેઓ પોતે એક મોટી પર્સનાલિટી છે. તેમણે જે રીતે આ મુશ્કેલ સમયને સંભાળ્યો છે તે તેમના પાત્ર વિશે ઘણું કહી જાય છે. તેમણે માત્ર પોતાના માટે જ નહીં, પણ જે વ્યક્તિને ગુમાવી છે તેમના માટે પણ આદર જાળવ્યો.”

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More