Site icon

સુશાંત કેસમાં સલમાન અને કરન જોહર સહિત 8 ફિલ્મી હસ્તીઓને કોર્ટમાં હાજર થવાનો હુકમ.. જાણો વિગતે..

ન્યૂઝ કંટીન્યૂઝ બ્યૂરો 

મુંબઈ 

Join Our WhatsApp Community

19 સપ્ટેમ્બર 2020

બોલીવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતનાં મોતનાં મામલામાં પોલીસ, સીબીઆઈ, ઇડી અને એનસીબી તેમની તપાસ ઝડપી કરી રહી છે. આવી સ્થિતિમાં કોર્ટમાંથી કાર્યવાહી પણ શરૂ થઈ ગઈ છે. અરજીની સુનાવણી કરતી વખતે બિહારની મુઝફ્ફરપુર ડિસ્ટ્રિક્ટ કોર્ટે બોલિવૂડની 8 મોટી હસ્તીઓને કોર્ટમાં હાજર રહેવા આદેશ આપ્યો છે. કોર્ટે સલમાન ખાન, આદિત્ય ચોપરા, સાજીદ નડિયાદવાલા, કરણ જોહર, એકતા કપૂર, દિનેશ વિજયન, ભૂષણ કુમાર અને સંજય લીલા ભણસાલીને આગામી મહિને 7 ઓક્ટોબર ના રોજ પોતાને અથવા તેમના વકીલો વતી કોર્ટમાં હાજર રહેવા આદેશ આપવામાં આવ્યો છે.  અહેવાલો અનુસાર, આ હુકમની તમામ નોટિસો જારી કરવામાં આવી છે.

 

અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની મોત મામલે વકીલ સુધીર ઓઝાએ સલમાન ખાન સહિત 8 લોકો વિરુદ્ધ 17 જૂને મુઝફ્ફરપુર સીજેએમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. આ અરજીમાં તેણે આરોપ લગાવ્યો હતો કે આ તમામ લોકોએ મળીને સુશાંતને આત્મહત્યા કરવા દબાણ કર્યું હતું. એડવોકેટ સુધીરે આઈપીસીની કલમ 306, 109, 504 અને 506 હેઠળ તમામ હસ્તીઓ વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે.

Sanjay Kapur Property Dispute: સંજય કપૂરની ત્રીજી પત્ની પ્રિયા સચદેવે સુપ્રીમ કોર્ટમાં કરી અરજી; કરિશ્મા કપૂરના છૂટાછેડાના દસ્તાવેજોની માંગણી પાછળનું શું છે કારણ?
Border 2 Trailer: બોર્ડર 2’ નું ટ્રેલર રિલીઝ: સની દેઓલના દમદાર ડાયલોગ્સે જીત્યા દિલ, દેશભક્તિના રંગમાં રંગાયા ફેન્સ
Dhurandhar AI Reimagined: બોલીવુડના ‘ધુરંધર’ સ્ટાર્સના AI અવતાર! અમિતાભ અને વિનોદ ખન્નાનો નવો લુક જોઈને સોશિયલ મીડિયા પર ખળભળાટ
Hrithik Roshan: ખરાબ મૂડને કહો બાય-બાય! ગ્રીક ગોડ હૃતિક રોશને જણાવ્યો મનને ખુશ રાખવાનો સૌથી સરળ રસ્તો, પોસ્ટ થઇ વાયરલ
Exit mobile version