ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 3 જૂન ૨૦૨૧
ગુરુવાર
બોલીવુડના દિગ્ગજ અભિનેતા શક્તિ કપૂરની પુત્રી શ્રદ્ધા કપૂરે પોતાની આકરી મહેનત અને શાનદાર અભિનયથી લોકોના દિલમાં સ્થાન બનાવવામાં સફળ થઇ છે. એટલા માટે જ આજે તે બોલીવુડની જાણિતી અભિનેત્રીમાંથી એક છે. અભિનેત્રી સોશિયલ મીડિયા પર પોતાના ફેન્સ સાથે જોડાયેલી છે અને તે અવાર નવાર તે પોતાના અપડેટ શેર કરતી રહે છે.

અભિનેત્રી શ્રદ્ધા કપૂરે ફોટોશૂટ કરાવ્યું છે, જેના કેટલાક ફોટા અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર શેર કર્યા છે. આ તસવીરોમાં અભિનેત્રી ખુબ જ સુંદર અને ગ્લેમરસ લાગી રહી છે. આ તસવીરોમાં અભિનેત્રીએ બ્લેક કલરનો થાઇ સ્લીટ ડ્રેસ પહેર્યો છે. સાથે તેણે સિલ્વર કલરના લોન્ગ એરિંગ્સ અને હાઈ હિલ્સ પહેરી છે. સોશિયલ મીડિયા પર લોકો શ્રદ્ધાના આ ફોટોશૂટ જોરદાર પ્રશંસા કરી રહ્યા છે.

વર્કફ્રંટની વાત કરીએ તો અભિનેત્રી શ્રદ્ધા કપૂર રોમેન્ટિક-કોમેડી 'ચાલબાઝ ઈન લંડન'માં જોવા મળશે. આ ફિલ્મ ભૂષણ કુમાર અને ક્રિશન કુમારના ટી-સીરીઝ બેનરની છે. 'ચાલબાઝ ઈન લંડન' એ શ્રીદેવીની 1989માં આવેલી ડબલ રોલ ફિલ્મ ચાલબાઝની રિમેક છે કે નહિં તે હજુ અસ્પષ્ટ છે.
