ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
12 માર્ચ 2021
બોલિવુડ અભિનેત્રી શ્રદ્ધા કપૂર મનોરંજન ઉદ્યોગની પ્રખ્યાત અભિનેત્રીઓમાંની એક છે. તેણે પોતાના અભિનયથી પ્રશંસકો પર એક અલગ છાપ ઉભી કરી છે. એટલું જ નહીં શ્રદ્ધા તેની સ્ટાઇલથી પ્રશંસકોના દિલ પર રાજ કરે છે. શ્રદ્ધાની ફેશન સેન્સ પણ ચાહકોને પસંદ આવી રહી છે. ઘણી વાર, શ્રદ્ધાએ પોતાના બોલ્ડ અવતારથી દર્શકોને મંત્રમુગ્ધ કરી દીધા છે.
હાલમાં જ શ્રદ્ધાની રેડ ડ્રેસમાં તસવીરો સામે આવી છે, જેને ચાહકો ખૂબ પસંદ કરી રહ્યા છે. શ્રદ્ધા આ તસવીરોમાં રેડ આઉટફિટમાં પોઝ આપતી નજરે આવી રહી છે. આ આઉટફિટમાં તે ખૂબ સ્ટાઇલિશ લાગી રહી છે.
ઉલ્લેખનીય છે કે શ્રદ્ધા કપૂર તેની ખુબસુરતી, ક્યૂટનેસ અને ડ્રેસિંગ સેન્સ માટે જાણીતી છે. શ્રદ્ધા કપૂર ઇન્સ્ટાગ્રામ પર ખૂબ જ લોકપ્રિય છે અને ચાહકો તેના દરેક લુકને ફોલો કરે છે.
શ્રદ્ધા કપૂરની ફિલ્મ કારકીર્દિની વાત કરીએ, તો તેમણે ફિલ્મ 'તીન પત્તી'થી બોલિવૂડમાં પગ મૂક્યો હતો. આ ફિલ્મ વર્ષ 2010 માં થિયેટરોમાં રિલીઝ થઈ હતી. શ્રદ્ધા કપૂરે ફિલ્મ તીન પત્તીમાં દિગ્ગજ અભિનેતા અમિતાભ બચ્ચન અને આર માધવન મુખ્ય ભૂમિકામાં હતા.શ્રદ્ધા કપૂરે આશિકી 2, એક વીલન, હૈદર, એબીસીડી 2, બાગી, સ્ત્રી અને છિછોરે સહિત ઘણી શાનદાર ફિલ્મોમાં અભિનય કર્યો છે અને દર્શકોના દિલ જીતી લીધા છે.