Site icon News Continuous Bureau | Mumbai

Shraddha Kapoor Dance। શ્રદ્ધા કપૂરના વાયરલ ડાન્સ પર યુઝર્સની અજીબ કમેન્ટ, બોયફ્રેન્ડ એ રેકોર્ડ કરેલો વીડિયો ચર્ચામાં

Shraddha Kapoor Dance।સોશિયલ મીડિયા પર એક્ટ્રેસની મસ્તીભરી રીલ વાયરલ રૂમમાં વિખરાયેલો સામાન જોઈ ટ્રોલે કરી ટીકા, શ્રદ્ધાએ આપ્યો એવો જવાબ કે ફેન્સ જીતી ગયા દિલ.

Shraddha Kapoor Dance। શ્રદ્ધા કપૂરના વાયરલ ડાન્સ પર યુઝર્સની અજીબ કમેન્ટ, બોયફ્રેન્ડ એ રેકોર્ડ કરેલો વીડિયો ચર્ચામાં

Shraddha Kapoor Dance। શ્રદ્ધા કપૂરના વાયરલ ડાન્સ પર યુઝર્સની અજીબ કમેન્ટ, બોયફ્રેન્ડ એ રેકોર્ડ કરેલો વીડિયો ચર્ચામાં

 

News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Channel

Shraddha Kapoor Dance। બોલિવૂડ એક્ટ્રેસ શ્રદ્ધા કપૂર અવારનવાર સોશિયલ મીડિયા પર પોતાની ફની પોસ્ટ અને રીલ્સ દ્વારા ફેન્સનું મનોરંજન કરતી રહે છે.એક્ટ્રેસે ઇન્સ્ટાગ્રામ પર એક નવો ડાન્સ વીડિયો શેર કર્યો હતો, જેમાં તે કોઈ પણ જાતની પરવા કર્યા વિના દિલ ખોલીને નાચતી જોવા મળી રહી છે. આ વીડિયો તેના બોયફ્રેન્ડ રાહુલ મોદીએ શૂટ કર્યો હતો. શ્રદ્ધાનો આ બિન્દાસ અંદાજ જ્યાં લાખો ફેન્સને પસંદ આવ્યો છે, ત્યાં જ કેટલાક યુઝર્સે વીડિયોના બેકગ્રાઉન્ડમાં તેના રૂમમાં વિખરાયેલો સામાન નોટિસ કરીને તેને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું હતું.

માઇકલ જેક્સનના ગીત પર કેઝ્યુઅલ લુકમાં શ્રદ્ધાનો ક્રેઝી ડાન્સ વાયરલ

વાયરલ વીડિયોમાં શ્રદ્ધા કપૂર પોપ સ્ટાર માઇકલ જેક્સનના એક પ્રખ્યાત ગીત પર કેઝ્યુઅલ આઉટફિટમાં ક્રેઝી ડાન્સ સ્ટેપ્સ કરતી અને ઝૂમતી જોવા મળે છે. શ્રદ્ધાએ આ વીડિયોના કેપ્શનમાં લખ્યું હતું કે, “કોઈ એવું શોધો જે તમારો આવો ડાન્સ શૂટ કરી શકે.” વીડિયોના અંતમાં તે કેમેરા તરફ જોઈને જોરથી હસતી પણ જોવા મળે છે. જોતજોતામાં આ વીડિયો વાયરલ થઈ ગયો હતો અને બોલિવૂડના ઘણા સેલેબ્સે શ્રદ્ધાના આ બેફિકર અંદાજને પસંદ કરીને તેને ‘ક્વીન’ અને ‘પગલુ’ જેવા કમેન્ટ્સ આપ્યા હતા.

‘મમ્મી, ઓરિજિનલ આઈડીથી આવો’ – ટ્રોલરને શ્રદ્ધાએ આપ્યો ફની જવાબ

વીડિયોમાં શ્રદ્ધા કપૂરના ડાન્સ સિવાય લોકોની નજર તેના ઘરમાં અસ્તવ્યસ્ત પડેલી વસ્તુઓ પર પણ ગઈ હતી. એક યુઝરે કમેન્ટ સેક્શનમાં ટીકા કરતા લખ્યું કે, “ખૂબ જ ગંદુ ઘર છે, ડાન્સ કરતા પહેલાં કમ સે કમ ઘરનો કચરો તો સાફ કરી લેવો હતો અથવા ગ્રીન સ્ક્રીન પર વીડિયો બનાવવો હતો.” જોકે, શ્રદ્ધાની નજર આ કમેન્ટ પર પડી ગઈ હતી અને તેણે પોતાની આગવી શૈલીમાં જોરદાર વળતો જવાબ આપતા લખ્યું, “ડિયર મોમ, રિયલ આઈડીથી આવો.” શ્રદ્ધાના આ હાજરજવાબી સણસણતા જવાબે સોશિયલ મીડિયા પર લોકોના દિલ જીતી લીધા છે.

રાહુલ મોદી સાથે કેમેસ્ટ્રી અને આગામી ફિલ્મ ‘ઈઠા’ નું શૂટિંગ પૂર્ણ

ફેન્સને આ વીડિયોમાં શ્રદ્ધા અને રાહુલ મોદીની કેમેસ્ટ્રી પણ ખૂબ જ પસંદ આવી રહી છે, કારણ કે વીડિયોની શરૂઆતમાં રાહુલનો અવાજ સંભળાય છે અને તે જ શ્રદ્ધાને આવો ક્રેઝી ડાન્સ કરવા માટે પ્રોત્સાહિત કરે છે. બંને લાંબા સમયથી રિલેશનશિપમાં હોવાની ચર્ચા છે. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, શ્રદ્ધા કપૂરે તાજેતરમાં જ ડાયરેક્ટર લક્ષ્મણ ઉતેકરની આગામી ફિલ્મ ‘ઈઠા’ નું શૂટિંગ પૂરું કર્યું છે, જેમાં તેની સાથે રણદીપ હુડ્ડા મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મ આ જ વર્ષે સિનેમાઘરોમાં રિલીઝ થવાની સંભાવના છે.

👉 આ સમાચાર વાચો:
Ranveer Singh Don 3| ‘ડોન ૩’ વિવાદ પર રણવીર સિંહનો મોટો ખુલાસો, ફરહાન અખ્તરને આપ્યો હતો આ પ્રસ્તાવ

Jailer 2 Advance Booking Record ૨૨ લાખ ટિકિટો વેચાઈ, કમાણી અધધ આટલા કરોડને પાર બોક્સ ઓફિસ પર તોફાન બનીને આવી રહી છે રજનીકાંતની ‘જેલર ૨’
Arijit Singh Phir Se Grammy અરિજિત સિંહના ગીત ‘ફિર સે’ ની ગ્રેમી એવોર્ડ્સમાં થઈ એન્ટ્રી, વૈશ્વિક મંચ પર ચમકશે ભારતીય સંગીત
KSBKBT 2 Climax ‘ક્યોંકિ સાસ ભી કભી બહૂ થી ૨’ ઓફએર થવાની તૈયારીમાં; તમામ વિવાદોના અંત સાથે પરિવારોના પુનઃમિલનની પટકથા તૈયાર
Udta Teer Second Trailer ‘ઉડતા તીર’ માં ૯૦ના દાયકાનો ખતરનાક વિલન ગુલશન ગ્રોવર કરશે કોમેડી, બીજા ટ્રેલરમાં સામે આવી અનોખી ઝલક
Exit mobile version