News Continuous Bureau | Mumbai
Rakesh bedi: ટીવી સિરિયલ શ્રીમાન શ્રીમતી માં દિલરુબા નું પાત્ર ભજવી ને ઘર ઘરમાં લોકપ્રિય થયેલા અભિનેતા રાકેશ બેદી ઓનલાઇન કૌભાંડ નો શિકાર બન્યા છે. તેમની સાથે 75,000 રૂપિયા નો ફ્રોડ થયો છે. એકતરફ લોકો નવા વર્ષ ની ઉજવણી કરી રહ્યા હતા તો બીજી તરફ અભિનેતા રાકેશ બેદી ઓનલાઇન ફ્રોડ નો શિકાર બન્યા હતા.ચાલો જાણીયે શું છે સમગ્ર મામલો.
રાકેશ બેદી બન્યા ઓનલાઇન ફ્રોડ નો શિકાર
એક વ્યક્તિ પોતે આર્મી ઓફિસર હોવાનો ઢોંગ કરીને રાકેશ બેદી સાથે છેતરપિંડી કરી હતી. જયારે રાકેશ બેદી ને ખબર પડી કે આ વ્યક્તિ નકલી છે ત્યાં સુધી તે વ્યક્તિ ના ખાતામાં 75,000 રૂપિયા ટ્રાન્સફર થઇ ચુક્યા હતા.ત્યરબાદ રાકેશ બેદી એ ઓશિવરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.મીડિયા સાથેની વાતચીત દરમિયાન રાકેશ બેદી એ જણાવ્યું કે, ‘હું એક મોટા નુકસાનથી બચી ગયો, પરંતુ હું લોકોને એવા લોકોથી સાવચેત કરવા માંગુ છું જેઓ પોતાને આર્મી ઓફિસર કહીને છેતરપિંડી કરે છે અને તેઓ હંમેશા રાત્રે ફોન કરે છે, જ્યાં સુધી તમે સમજી શકો કે આ એક કૌભાંડ અને તમે ખોટા વ્યક્તિ સાથે વાત કરી રહ્યા છો, ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ જાય છે અને તમે રાત્રે ફરિયાદ પણ કરી શકતા નથી.’
આ સમાચાર પણ વાંચો : Amitabh Bachchan: કેબીસી બંધ થતા જ અમિતાભ બચ્ચને શોધી કાઢ્યો ઇન્કમ નો નવો સોર્સ,બિગ બી એ તેમની પ્રોપર્ટી ને લઈને લીધો આ નિર્ણય
તમને જણાવી દઈએ કે , રાકેશ બેદી ને ફોન કરનાર વ્યક્તિએ તેનો પુણેનો ફ્લેટ ખરીદવામાં રસ દાખવ્યો હતો. અભિનેતા રાકેશ બેદીએ પોલીસને છેતરપિંડી કરનાર વ્યક્તિનું નામ, બેંક એકાઉન્ટ નંબર, ફોટો અને ટ્રાન્ઝેક્શનની વિગતો આપી છે.