Site icon

‘અંગૂરી ભાભી’ નો 19 વર્ષ જૂનો સંબંધ તૂટી ગયો, પતિ પીયૂષ પુરે થી અલગ થઇ શુભાંગી અત્રે

લોકપ્રિય ટીવી શો 'ભાભી જી ઘર પર હૈં' માં 'અંગૂરી ભાભી' નો રોલ નિભાવનાર શુભાંગી અત્રેનું અંગત જીવન હાલ તંગદિલી માં છે. શુભાંગી અને તેના પતિ પિયુષે લગ્નના 19 વર્ષ બાદ અલગ થવાનો નિર્ણય લીધો છે.

shubhangi atre bhabi ji ghar par hai fame separated from husband piyush poorey after 19 years of marriage

‘અંગૂરી ભાભી’ નો 19 વર્ષ જૂનો સંબંધ તૂટી ગયો, પતિ પીયૂષ પુરે થી અલગ થઇ શુભાંગી અત્રે

News Continuous Bureau | Mumbai

ટીવીની દુનિયામાં ‘અંગૂરી ભાભી’ ના નામથી જાણીતી અભિનેત્રી શુભાંગી અત્રે સાથે જોડાયેલા એવા સમાચાર સામે આવ્યા છે, જેના કારણે તેના ફેન્સ ચોક્કસપણે ચોંકી ગયા હશે. એવા અહેવાલો છે કે શુભાંગી અત્રે 19 વર્ષ પછી તેના પતિ પીયૂષ પુરે થી અલગ થઈ ગઈ છે. શુભાંગી અને પીયૂષ છેલ્લા લગભગ એક વર્ષથી અલગ રહેતા હતા અને હવે આખરે અભિનેત્રીએ તેના પતિથી અલગ થવાનો નિર્ણય લીધો છે. અભિનેત્રીએ એક ઈન્ટરવ્યુમાં આ વિશે ખુલીને વાત કરી છે.

Join Our WhatsApp Community

 

શુભાંગી અત્રે એ લીધો પતિ થી અલગ થવાનો નિર્ણય 

એક મીડિયા હાઉસ  સાથે વાત કરતાં શુભાંગીએ કહ્યું, ‘લગભગ એક વર્ષથી અમે સાથે નથી રહેતા પરંતુ અલગ રહીએ છીએ. પિયુષ અને મેં અમારા લગ્નને બચાવવા માટે તમામ પ્રયાસ કર્યા હતા. પરસ્પર આદર, વિશ્વાસ અને મિત્રતા એ મજબૂત લગ્નનો પાયો છે. તે હજી પણ ખૂબ જ મુશ્કેલ છે, મારા માટે મારો પરિવાર હજી પણ પ્રથમ છે અને અમે ઇચ્છીએ છીએ કે અમારું કુટુંબ કાયમ સાથે રહે. પરંતુ કેટલીક સમસ્યાઓ હલ કરી શકાતી નથી. જ્યારે લાંબા સમયથી ચાલતો સંબંધ તૂટી જાય છે, ત્યારે તે માનસિક અને ભાવનાત્મક રીતે અસર કરે છે.શુભાંગીએ વધુમાં કહ્યું કે, ‘મેં પણ આ સાથે સંઘર્ષ કર્યો છે અને તે પછી અમે આખરે આ પગલું ભર્યું છે અને આ નિર્ણય પર પહોંચ્યા છે. મને લાગે છે કે જીવનમાં દરેક વસ્તુ સબક આપે છે. અમને અહેસાસ થયો કે અમારી વચ્ચે મતભેદો છે અને અમે મતભેદોને ઉકેલવામાં સક્ષમ નથી….તેથી અમારા માટે તે વધુ સારું રહેશે તેથી અમે એકબીજાને સ્પેસ આપવાનું નક્કી કર્યું અને અમારા અંગત જીવન અને કારકિર્દી પર ધ્યાન કેન્દ્રિત કર્યું.’

 

શુભાંગી અત્રે એ દીકરી વિશે કહી આ વાત 

તમને જણાવી દઈએ કે આ કપલને 18 વર્ષની આશી નામની દીકરી છે. આશી વિશે વાત કરતાં શુભાંગીએ કહ્યું, ‘તે તેના માતા અને પિતા બંનેના પ્રેમને પાત્ર છે. આવી સ્થિતિમાં પીયૂષ દર રવિવારે તેને મળવા આવે છે. હું નથી ઇચ્છતી કે તે તેના પિતાના પ્રેમથી વંચિત રહે.” ઉલ્લેખનીય છે કે, શુભાંગીના ફેન્સ આનાથી ખૂબ જ આશ્ચર્યમાં છે અને સોશિયલ મીડિયા પર પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. યાદ અપાવી દઈએ કે શુભાંગીએ વર્ષ 2003માં પિયુષ સાથે ઈન્દોરમાં લગ્ન કર્યા હતા, જ્યારે 2006માં તેણે ‘કસૌટી ઝિંદગી કી’થી પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી.

 

Kartik Aaryan Birthday Special: એક સમયે ઓડિશન માટે ભટકતો કાર્તિક આર્યન આજે છે કરોડો ની સંપત્તિ નો મલિક, જાણો અભિનેતા ને નેટવર્થ અને તેના સંઘર્ષ ની યાત્રા વિશે
The Family Man 3: ધ ફેમિલી મેન 3 માં ખાલી મનોજ બાજપેયી એ જ નહીં સિરીઝ ની આ સ્ટાર કાસ્ટ એ પણ કર્યું છે અદભુત કામ
Siddhant Kapoor: ઓરી પછી હવે શ્રદ્ધા કપૂરના ભાઈ સિદ્ધાંત કપૂર ને મુંબઈ પોલીસ એ પાઠવ્યું સમન, 252 કરોડના ડ્રગ્સ કેસમાં થશે પૂછપરછ
Abhinav Shukla: અભિનવ શુક્લા બન્યો આઈડેન્ટિટી થેફ્ટ સ્કેમનો શિકાર, તેની આઈડી પર એક કે બે નહીં પરંતુ આટલા લોકો એ લીધી લોન
Exit mobile version