અલગ થઈ ગયા શુભમન ગિલ અને સારા તેંડુલકર-આવી રીતે ફેલાઈ ગયા બ્રેકઅપના સમાચાર

by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

ઝિમ્બાબ્વે વિરૂદ્ધ પોતાની પ્રથમ સદી ફટકારનાર ટીમ ઈન્ડિયાના (team India)યુવા બેટ્સમેન શુભમન ગિલની (Shubhman Gill)કારકિર્દીનો આ શ્રેષ્ઠ સમય છે. પરંતુ તેના અંગત જીવનમાં બધુ બરાબર નથી. એવા ઉડતા અહેવાલો છે કે શુભમન ગિલનું બ્રેકઅપ થઈ ગયું છે. શુભમન ગિલને સચિન તેંડુલકરની પુત્રી સારા તેંડુલકર 9Sara Tendulkar)સાથે સંબંધ હોવાનું કહેવાય છે.

શુભમન ગિલ અને સારાના બ્રેકઅપના(breakup) સમાચારે ત્યારે વેગ પકડ્યો જ્યારે બંનેએ સોશિયલ મીડિયા પરથી એકબીજાને અનફોલો કરી દીધા. ગિલ અને સારાએ ઈન્સ્ટાગ્રામ(Instagram) પર એકબીજાને અનફોલો કરી દીધા છે. ગિલ અને સારાએ અનફોલો કરતાની સાથે જ આ સમાચાર સોશિયલ મીડિયા પર આગની જેમ ફેલાઈ ગયા અને લોકોની કોમેન્ટ્સ અને પોસ્ટનો ભરાવો થઈ ગયો છે.

દરેક વ્યક્તિ આ કપલના બ્રેકઅપની વાત કરી રહી હોય તેવું લાગી રહ્યું છે. કહેવાય છે કે ગિલ અને સારા લાંબા સમયથી એકબીજાને ડેટ(date eachother) કરી રહ્યા હતા, પરંતુ બંનેએ ક્યારેય પોતાના સંબંધો વિશે ખુલીને વાત કરી નથી. જો કે બંને એક-બે પ્રસંગોએ સાથે જોવા પણ મળ્યા છે.બંનેની સોશિયલ મીડિયા(social media) એક્ટિવિટીને કારણે તેમના સંબંધોના સમાચાર પણ સામે આવ્યા હતા. બંને ઘણીવાર એકબીજાના ફોટા અને વીડિયો પર કોમેન્ટ કરતા હતા અને એકવાર સારાએ ગિલની પોસ્ટ પર હાર્ટ ઇમોજી(heart emoji) પણ બનાવી હતી. સોશિયલ મીડિયા પરથી દરેકને દેખાતો આ સંબંધ હવે સોશિયલ મીડિયા ના હવાલા થી તૂટી ગયો છે.

આ સમાચાર પણ વાંચો : આખરે સત્ય આવ્યું બહાર-આ વ્યક્તિ ના કારણે દયાબેન એટલે કે દિશા વાકાણી એ છોડ્યો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો

શુભમન ગિલની કરિયર અત્યારે યોગ્ય ટ્રેક(treak) પર જઈ રહી છે. જ્યારે પણ તેને તક મળે છે, તે પ્રદર્શન કરી રહ્યો છે અને રન બનાવી રહ્યો છે. ગિલ હાલમાં તેની કારકિર્દી પર ઘણું ધ્યાન આપી રહ્યો છે અને તે મેદાન પર પણ દેખાઈ રહ્યો છે. યુવા ક્રિકેટર માટે ટીમમાં જગ્યા બનાવવાની તકો પણ ઘણી વધી ગઈ છે. ગિલે થોડા દિવસો પહેલા જ ઝિમ્બાબ્વે સામે પોતાની કારકિર્દીની પ્રથમ સદી ફટકારી હતી અને ક્રિકેટના ભગવાન કહેવાતા સચિન તેંડુલકરનો(Sachin Tendulkar) રેકોર્ડ પણ તોડ્યો હતો.ગિલ વિદેશી ધરતી પર સદી ફટકારનાર સૌથી યુવા ભારતીય ખેલાડીઓની યાદીમાં યુવરાજ સિંહ અને વિરાટ કોહલી સાથે જોડાઈ ગયો છે. ગિલ આ મામલે ત્રીજા નંબર પર આવી ગયો છે. અગાઉ વેસ્ટ ઈન્ડિઝ સામે પણ તે સદી (98 રન) ચૂકી ગયો હતો. 

Join Our WhatsApp Community

You may also like

Leave a Comment