Site icon

રશ્મિકા મંદન્નાને પોતાનો ક્રશ કહેવાથી ગુસ્સે થયો શુભમન ગિલ, આપી તીખી પ્રતિક્રિયા

શુભમન ગિલ તાજેતરમાં એવી અફવા બાદ હેડલાઇન્સમાં આવ્યો હતો કે તેને રશ્મિકા મંદન્ના પર ક્રશ છે. ઘણા સોશિયલ મીડિયા પર આવા સમાચાર ચાલી રહ્યા હતા, જે જાણીને ચાહકો ખૂબ જ ઉત્સાહિત થઈ ગયા.હવે આ વીશે શુભમન ગીલે પોતાની પ્રતિક્રિયા આપી છે.

shubman gill reacts on reports of having crush on rashmika mandanna

રશ્મિકા મંદન્નાને પોતાનો ક્રશ કહેવાથી ગુસ્સે થયો શુભમન ગિલ, આપી તીખી પ્રતિક્રિયા

News Continuous Bureau | Mumbai

યુવા ભારતીય બેટ્સમેન શુભમન ગિલ અત્યારે ક્રિકેટ જગતના ઉભરતા ખેલાડીઓ માંનો એક છે. આ સાથે જ ફિલ્મી દુનિયામાં પણ આ બેટ્સમેનની ખૂબ ચર્ચા થઈ રહી છે. સચિન તેંડુલકરની પુત્રી સારા તેંડુલકર બાદ શુભમન ગિલ બોલિવૂડ અભિનેત્રી સારા અલી ખાન સાથે જોવા મળ્યો હતો. ત્યારબાદ ગિલનું નામ પંજાબી અભિનેત્રી સોનમ બાજવા સાથે પણ જોડવામાં આવ્યું હતું.દરમિયાન, સોશિયલ મીડિયા પર આવા ઘણા અહેવાલો વાયરલ થઈ રહ્યા છે, જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે શુભમન ગીલે સાઉથની પ્રખ્યાત અભિનેત્રી રશ્મિકા મંદન્નાને પોતાનો ક્રશ જાહેર કર્યો છે. આ સમાચાર સામે આવતાની સાથે જ શુભમને પણ સોશિયલ મીડિયા પોસ્ટ પર કમેન્ટ કરતા પોતાની પ્રતિક્રિયા આપી છે.

Join Our WhatsApp Community

 

શુભમન ગીલે આપી પ્રતિક્રિયા 

વાસ્તવમાં, સોશિયલ મીડિયા પર વાયરલ સમાચારમાં દાવો કરવામાં આવી રહ્યો હતો કે શુભમન ગિલે પોતે એક ઇન્ટરવ્યુમાં કબૂલ્યું હતું કે તેને રશ્મિકા મંદન્ના પર ક્રશ છે. જોકે, ગિલે પોતાનું મૌન તોડીને આ અહેવાલો પર પ્રતિક્રિયા આપી છે. વાઈરલ ઈન્સ્ટાગ્રામ પોસ્ટ પર ટિપ્પણી કરતા શુભમન ગિલે લખ્યું કે, આ કઈ મીડિયા ઈન્ટરએક્શન હતી, જેના વિશે હું પોતે જાણતો નથી. ગિલની ટિપ્પણીથી સ્પષ્ટ છે કે આ અહેવાલોમાં કોઈ સત્ય નથી અને તે માત્ર અફવા છે.જણાવી દઈએ કે શુભમન ગિલનું નામ બોલિવૂડ સાથે ભૂતકાળમાં ઘણી વખત જોડાઈ ચૂક્યું છે. શુભમન ગિલ અને બોલિવૂડ એક્ટ્રેસ સારા અલી ખાન ઘણી વખત સાથે સમય વિતાવતા કેમેરામાં કેદ થયા છે. તે જ સમયે, શુભમનનું નામ મહાન બેટ્સમેન સચિન તેંડુલકરની પુત્રી સારા તેંડુલકર સાથે પણ જોડાઈ ચૂક્યું છે.

રશ્મિકા તરફથી કોઈ પ્રતિક્રિયા નથી આવી

જોકે, અત્યાર સુધી ખુદ રશ્મિકા મંદન્ના એ આ અફવાઓ પર કોઈ પ્રતિક્રિયા આપી નથી. આ પહેલા અભિનેત્રી સોનમ બાવેજાએ સારા સાથેના તેના સંબંધોની અફવાઓને વેગ આપ્યો હતો અને શુભમન ગિલ સાથેના તેના જોડાણના સમાચારોને ખોટા ગણાવ્યા હતા. ડેટિંગના સમાચાર પર પ્રતિક્રિયા આપતા અભિનેત્રીએ લખ્યું કે ‘યે સારા કા સારા જૂઠ હૈ’.

Agastya Nanda Remembers Dharmendra: ધર્મેન્દ્રની છેલ્લી ફિલ્મ ‘ઇક્કીસ’ અને અગસ્ત્ય નંદાનો વસવસો: શૂટિંગ દરમિયાનના કિસ્સાઓ કર્યા શેર.
Kyunki Saas Bhi Kabhi Bahu Thi 2 Spoiler: ક્યૂંકી સાસ ભી કભી બહૂ થી: તુલસી અને મિહિરના રસ્તા થયા અલગ, ૬ વર્ષ બાદ નવા અવતારમાં થશે તુલસીની એન્ટ્રી!
Dhurandhar: પ્રોપેગેન્ડા કે એન્ટરટેઈનમેન્ટ? કાશ્મીરી દર્શકો ‘ધુરંધર’ જોવા ઉમટી પડ્યા, સીએમ અબ્દુલ્લાએ આપ્યું આશ્ચર્યજનક નિવેદન
Dhurandhar: નિક જોનસ પર ચઢ્યો રણવીર સિંહનો ખુમાર! ‘શરારત’ ગીત પર જોનસ બ્રધર્સનો દેશી ડાન્સ વાયરલ.
Exit mobile version