News Continuous Bureau | Mumbai
Ranveer Singh : ફિલ્મના પ્રીમિયરથી ઘણી સકારાત્મક પ્રતિક્રિયાઓ જોવા મળી રહી છે. રણબીર કપૂર, વિકી કૌશલ, કેટરિના કૈફ, નીતુ કપૂર, અભિષેક બચ્ચન, ગૌરી ખાન, મલાઈકા અરોરા, અનન્યા પાંડે બધા ફિલ્મના વખાણ કરતા જોવા મળ્યા હતા. બીજી તરફ, જયા બચ્ચનની પુત્રી શ્વેતા બચ્ચન રણવીર સિંહના અભિનયથી એટલી ખુશ હતી કે તેણે તે જ સમયે અભિનેતાને એક પેન્ડન્ટ ગિફ્ટ માં આપ્યું હતું .
રણવીર સિંહ નું પરફોર્મન્સ જોઈ શ્વેતા બચ્ચને આપી ગિફ્ટ
આ ઇવેન્ટનો એક વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે, જેમાં શ્વેતા બચ્ચન રણવીરને પેન્ડન્ટ ગિફ્ટ કરતી જોવા મળી રહી છે. રણવીર સફેદ સ્વેટ શર્ટમાં જોવા મળી રહ્યો છે. જ્યારે શ્વેતા રણવીર સિંહ ને ગળામાં પેન્ડન્ટ પહેરાવી રહી છે. આ પછી બંને એકબીજાને ગળે લગાવે છે.ચાહકો પણ આ ક્યૂટ વીડિયોને ખૂબ જ સકારાત્મક પ્રતિસાદ આપી રહ્યા છે. વીડિયો પર કોમેન્ટ કરતાં એક યુઝરે લખ્યું કે, “રણવીર ખરેખર ક્યૂટ છે. તે તમામ પ્રેમનો હકદાર છે.” જ્યારે, બીજાએ લખ્યું, “રણવીર આવા સકારાત્મક વાઇબ્સ ધરાવતો વ્યક્તિ છે.”
Shweta Bachchan gave Ranveer a necklace at the premiere yesterday
awww🫶🏼🥺♥️
#RanveerSingh #RRKPK pic.twitter.com/lD4tWIeimd— fatiim (@fatiim_9RS) July 26, 2023
આ સમાચાર પણ વાંચો : Mukesh Ambani : લ્યો કરો વાત.. એશિયાના સૌથી ધનાઢ્ય બિઝનેસમેન મુકેશ અંબાણી ખિસ્સામાં પૈસા લઈને નથી ફરતા, ક્રેડિટ કાર્ડ પણ નથી રાખતા..
ફેમિલી ડ્રામા છે ફિલ્મ રોકી બાઉર રાની કી પ્રેમ કહાની
રોકી બાઉર રાની કી પ્રેમ કહાની એક રોમેન્ટિક-ફેમિલી ડ્રામા છે જેમાં રણવીર-આલિયાની સાથે જયા બચ્ચન, ધર્મેન્દ્ર અને શબાના આઝમી મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મ સાથે કરણ જોહર બોલિવૂડમાં ડિરેક્ટર તરીકે 25 વર્ષ પૂરા કરી રહ્યો છે.