ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 6 ડિસેમ્બર 2021
સોમવાર
ટીવી એક્ટ્રેસ શ્વેતા તિવારીની દીકરી પલક તિવારી લોકપ્રિય સ્ટાર કિડ્સમાંથી એક છે. પલકની લેટેસ્ટ તસવીરો ઈન્ટરનેટનો પારો વધારી રહી છે. ફ્લોરલ ડ્રેસમાં તે ખૂબ જ બોલ્ડ લાગી રહી છે. પલક આ સુંદર આઉટફિટમાં અલગ-અલગ સ્ટાઈલમાં પોઝ આપતી જોવા મળે છે. આ સ્ટાઇલિશ ડ્રેસમાં તે ખુબજ સુંદર લાગી રહી છે.

પલક તિવારી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને તેને ઈન્સ્ટાગ્રામ પર 10 લાખ લોકો ફોલો કરે છે. થોડા દિવસો પહેલા પલકનો મ્યુઝિક વિડીયો બિજલી-બિજલી સોંગ રીલીઝ થયો હતો. જેમાં પંજાબનો ફેમસ સિંગર હાર્ડી સંધુ સ્ટારકિડ સાથે હતો. વીડિયોમાં તે ખૂબ જ બોલ્ડ લાગી રહી હતી. આ વીડિયોએ સોશિયલ મીડિયામાં આગ લગાવી દીધી હતી.

પલક તિવારી તેની માતા શ્વેતા તિવારી સાથે ખૂબ જ નજીકનું બોન્ડ શેર કરે છે. પલક અને શ્વેતા એકબીજા સાથે રીલના વીડિયો અને તસવીરો શેર કરવામાં શરમાતા નથી. શ્વેતા દરેક પગલે દીકરીની સાથે ઊભી છે. તેમજ, પલક હંમેશા તેની માતાને સપોર્ટ કરે છે. પલક તેના નાના ભાઈ રેયાંશ સાથે પણ ખૂબ જ સારી બોન્ડ શેર કરે છે.

પલક તિવારી આ અદભૂત ડ્રેસમાં પોઝ આપી રહી છે, ક્યારેક દિવાલ તરફ જોઈ રહી છે તો ક્યારેક કેમેરા તરફ જોઈ રહી છે. ડીપ નેક ટોપ અને શોર્ટ સ્કર્ટમાં સજ્જ આ સ્ટારકીડ કોઈ સુંદર મહિલાથી ઓછી દેખાતી નથી . સ્ટારકિડે એક વીડિયો પોસ્ટ કર્યો હતો, જેમાં તેણે આ ડ્રેસ પહેર્યો હતો. તેના ડાન્સ મૂવ્સને જોઈને ફેન્સે વીડિયો પર ઘણી કોમેન્ટ્સ કરી હતી .

પલક તિવારી હોલીવુડની પ્રખ્યાત સિંગર શકીરાના ગીત 'હિપ્સ ડોન્ટ લાઇ' પર પોતાની સ્ટાઈલ બતાવતી જોવા મળી હતી. આ ફિલ્મને લઈને ઘણી ચર્ચા ચાલી રહી છે. વિશાલ મિશ્રા દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં વિવેક ઓબેરોય પણ છે.