ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 28 જુલાઈ, 2021
બુધવાર
ટીવી ઍક્ટ્રેસ શ્વેતા તિવારી અને તેના પતિ અભિનવ કોહલી વચ્ચે લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. બે મહિના પહેલાં જ્યારે શ્વેતા તિવારી રિયાલિટી શો ‘ખતરોં કે ખિલાડી ૧૧’ના શૂટિંગ માટે કૅપટાઉન ગઈ હતી ત્યારે અભિનવ કોહલીએ સોશિયલ મીડિયાથી લઈને પોલીસ સુધી શ્વેતાની વિરુદ્ધમાં ફરિયાદ કરી હતી. જાણકારી એવી હતી કે અભિનવે શ્વેતા વિરુદ્ધ FIR દાખલ કરી હતી. આ FIR વર્ષ 2017ની એક ઘટના પર કરવામાં આવી હતી. શ્વેતાએ થોડા વખત પહેલાં જ ‘ખતરોં કે ખિલાડી’નું શૂટિંગ પૂરું કર્યું છે અને તે મુંબઈ પરત ફરી છે. આ FIRમાં અભિનવે ખોટી NOC બનાવીને નાબાલીક પુત્રને UKની યાત્રા કરવાની અનુમતિ લેવાનો આરોપ શ્વેતા તિવારી પર લગાવ્યો હતો. સૂત્રોનું માનીએ તો અભિનવ અનુસાર NOC પર શ્વેતાએ નકલી સહી કરી હતી.
અરવિંદ શ્રીવાસ્તવનાં બૅન્ક ખાતાં ફ્રીઝ થયાં; આટલા કરોડ રૂપિયા બૅન્ક ખાતામાં હતા; જાણો વિગત
હવે ખબર એવી આવી રહી છે કે સેશન્સ કોર્ટે શ્વેતા તિવારીને આ FIR મામલામાં જમાનત આપી દીધી હતી, પરંતુ અત્યારે પણ પુત્ર રિયાંશને લઈને શ્વેતા અને અભિનવની વચ્ચે વિવાદ ચાલુ જ છે.