News Continuous Bureau | Mumbai
Shweta tiwari: ટીવી અભિનેત્રી શ્વેતા તિવારી તેની પર્સનલ લાઈફ અને પ્રોફેશનલ લાઈફ ને લઈને ચર્ચામાં રહેતી હોય છે. અભિનેત્રી હવે રોહિત શેટ્ટી ની વેબ સિરીઝ ઇન્ડિયન પોલીસ ફોર્સ માં જોવા મળશે. હાલમાંજ ઇન્ડિયન પોલીસ ફોર્સ નું ટ્રેલર લોન્ચ ઇવેન્ટ નું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઇવેન્ટમાં સિરીઝ ની સ્ટારકાસ્ટ સિદ્ધાર્થ મલ્હોત્રા, શિલ્પા શેટ્ટી, વિવેક ઓબેરોય, શ્વેતા તિવારી અને રોહિત શેટ્ટી એ હાજરી આપી હતી. આ દરમિયાન શ્વેતા તિવારી એ જણાવ્યું કે તે સિંઘમ અગેઇન માં પણ અભિનેય કરી રહી છે તમજ તેને રોહિત શેટ્ટી ના પણ વખાણ કર્યા.
શ્વેતા તિવારી જોવા મળશે સિંઘમ 3 માં
શ્વેતા તિવારી એ સિંઘમ અગેઇન ને લઈને કહ્યું, ‘રોહિત સરે મને કહ્યું હતું કે જો મને ‘ઇન્ડિયન પોલીસ ફોર્સ’ના સેટ પર દરરોજ ખાવાનું મળશે તો જ તેઓ મને બીજો પ્રોજેક્ટ આપશે. જો કે, તેણે તેના વિના તેની આગામી ફિલ્મ ઓફર કરી. તેમની સિરીઝ ‘ઇન્ડિયન પોલીસ ફોર્સ’નો ભાગ બનવું એ પોતાનામાં જ સન્માનની વાત છે. જ્યારે મને તેમની ટીમ તરફથી ફોન આવ્યો ત્યારે હું ખૂબ જ ઉત્સાહિત હતી. જ્યારે તેમની ટીમે મને પૂછ્યું કે શું તમે આ ફિલ્મનો ભાગ બનવા માંગો છો? મેં કંઈપણ વિચાર્યા વગર હા પાડી.’
View this post on Instagram
તમને જણાવી દઈએ કે, ઇન્ડિયન પોલીસ ફોર્સ ના ટ્રેલર લોન્ચ ઇવેન્ટ માં નિર્દેશક રોહિત શેટ્ટી એ પુષ્ટિ કરી હતી કે શ્વેતા માત્ર આ સિરીઝ માં જ નહીં પરંતુ તેની આગામી બહુપ્રતિક્ષિત ફિલ્મ ‘સિંઘમ અગેઇન’માં પણ જોવા મળશે. આ વિશે શ્વેતાએ જણાવ્યું કે આ ફિલ્મમાં તે ઈન્ટેલિજન્સ ઓફિસર બની છે. આ ઉપરાંત શ્વેતા તિવારી એ રોહિત શેટ્ટી ના ખુબ વખાણ કર્યા હતા.
આ સમાચાર પણ વાંચો : Surbhi chandna: ટીવી ની નાગિન એટલેકે સુરભી ચંદના બંધાશે લગ્નના બંધનમાં, જાણો અભિનેત્રી ક્યારે અને કોની સાથે લેશે સાત ફેરા