ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
16 માર્ચ 2021
40 વર્ષની ઉંમર અને બે બાળકોની માતા શ્વેતા તિવારીના ટ્રાન્સફોર્મેશન ની ચર્ચા ચારેય બાજુ છે. સુંદરતાના મામલે શ્વેતા તિવારી કોઈ બોલિવૂડ અભિનેત્રીથી કમ નથી.

શ્વેતા તિવારી સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે અને તે અવાર નવાર તેના બોલ્ડ અને સુંદર ફોટોગ્રાફ્સ સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે.

શ્વેતા તિવારી લૂક અને સ્ટાઈલને લઈને ચર્ચામાં રહે છે. શ્વેતાએ હાલમાં જ બોલ્ડ ફોટોશૂટ પણ કરાવ્યું છે. જે ફોટો હાલ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઈ રહ્યા છે.

શ્વેતા તિવારીએ શેર કરેલા લેટેસ્ટ ફોટોગ્રાફ્સમાં તેનો બોલ્ડ અંદાજ જોવા મળી રહ્યો છે. અભિનેત્રીના આ ફોટોગ્રાફ્સની ખૂબ જ પ્રશંસા થઈ રહી છે અને તેના ફેન્સ સહિત ઘણાં સેલેબ્સ તેના વખાણ કરતી કોમેન્ટ્સ કરી રહ્યા છે.

નોંધનીય છે કે શ્વેતા તિવારી જાણીતી ટીવી સિરિયલ 'કસોટી ઝિંદગી કી'માં પ્રેરણાના રોલથી ઘરે-ઘરે જાણીતી થઈ હતી. આજે પણ શ્વેતા તિવારીના ફેન્સ તેને 'કસોટીની પ્રેરણા' તરીકે ઓળખે છે.

